• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

ધોરાજી-જૂનાગઢ રોડ પર ઓવરટેક કરવા જેવી બાબતે યુવાનની હત્યા

જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે બન્ને આરોપીને ઝડપી લીધા

ધોરાજી, જુનાગઢ, તા.5: ધોરાજી-જૂનાગઢ રોડ પર જાલણસર પાટીયા પાસે ગત તારીખ 3 ના રોજ મોટરસાઇકલ પર આવવા-જવા બાબતે તથા ઓવરટેક કરવાને લઇને થયેલી નજીવી બોલાચાલીમાં જયેશભાઇ ડાહ્યાભાઇ વિંઝુડા (ઉ.વ. 40) પર અજાણ્યા ઇસમોએ માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ હત્યાની ગંભીર ઘટના બાદ જૂનાગઢ એસ.પી.ની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચ અને જૂનાગઢ તાલુકા પોલીસની વિવિધ ટીમો દ્વારા અણઉકેલાયેલા ગુનાનો પર્દાફાશ કરવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.

    તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે કેસમાં ગણતરીના કલાકોમાં જ ધોરાજીના 21 વર્ષીય પાર્થ હિતેશભાઇ જેઠવા અને 21 વર્ષીય ભૂમિક મનીષભાઇ રાઠોડ નામના બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ બંને આરોપીઓની કાયદેસરની અટકાયત કરી ગુનામાં વપરાયેલા મુદ્દામાલ કબજે કરવાની સાથે આગળની કાનૂની કાર્યવાહી તેજ કરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક