વડોદરા-રતલામ વચ્ચેની ત્રીજી અને ચોથી રેલવે લાઇનના રૂ.8,885 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે
વડોદરા
તા.5 : આગામી તા8 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવી રહ્યા
છે ત્યારે શહેર અને આસપાસના વિસ્તારોને રેલવે ક્ષેત્રે રૂ.30,776 કરોડના વિવિધ પ્રોજેક્ટની ભેટ મળવા જઈ રહી છે. વડાપ્રધાનના હસ્તે વિવિધ રેલવે
પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણના કાર્યક્રમો યોજાશે.
વડોદરા-રતલામ
વચ્ચેની ત્રીજી અને ચોથી રેલવે લાઇનના રૂ.8,885 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં
આવશે. આ ઉપરાંત જોબટ-ટાંડા રોડ રેલવે વિભાગના રૂ.334 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થશે.
વિશ્વામિત્રી-ડભોઇ વચ્ચેની ડબલ રેલવે લાઇનના રૂ.394 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ
વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. જ્યારે મિયાગામ કરજણ-ચોરંદા-માલસર વચ્ચે ગેજ પરિવર્તનના
રૂ.450 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે.
આ ઉપરાંત
સમર્પિત માલવાહક રેલ કોરિડોરના વિવિધ નવનિર્મિત વિભાગોનું લોકાર્પણ પણ થશે. જેમાં ન્યુ
સાણંદ (નોર્થ)-મકરપુરા, ન્યુ ઉમરગામ-ન્યુ સફાળે અને ન્યુ સફાળે-ન્યુ જે.એન.પી.ટી. વિભાગોનો
સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ રૂ.20,703 કરોડનો ખર્ચ થયો છે.
વડાપ્રધાન
નરેન્દ્ર મોદી વડોદરા-ટાંડા રોડ વચ્ચેની નવી ટ્રેન સેવાને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવશે.
સાથે જ સમર્પિત માલવાહક રેલ કોરિડોરના નવનિર્મિત વિભાગો પર માલગાડીઓના સંચાલનનો પણ
શુભારંભ કરવામાં આવશે. આમ, વડોદરા સહિત ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા રેલવે માળખાને
વધુ મજબૂત બનાવતા કુલ રૂ.30,776 કરોડના પ્રોજેક્ટના શિલાન્યાસ અને લોકાર્પણ વડાપ્રધાનના
હસ્તે કરવામાં આવશે.
મોદીનું
‘સ્વચ્છતા સે સ્વાગત’ કરાશે
અમારા
પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,
તા.5 : આગામી 8 સપ્ટેમ્બર, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા અને નવસારીની
મુલાકાતે આવશે. આ વખતે ગુજરાતે વડાપ્રધાનના સ્વાગત માટે એક નવો અભિગમ અપનાવ્યો છે.
સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનને જન આંદોલનમાં રૂપાંતરિત કરવા માટે તેમનાં નેતૃત્વમાં
થયેલી નોંધપાત્ર સફળતાને ધ્યાનમાં રાખીને, આ વખતે વડાપ્રધાનનું ‘સ્વચ્છતા સે સ્વાગત’
કરવામાં આવશે. આ વિશેષ અભિયાનના ભાગરૂપે અત્યારે વડોદરા અને નવસારીમાં સપ્તાહભરથી વિવિધ
સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.