• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

ભાવનગરમાં મૈત્રી કરારમાં સાથે રહેતા પ્રેમીએ યુવતીની જાહેરમાં કરી હત્યા

એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે આડા સંબંધની શંકા રાખીને મુસ્લિમ યુવકે યુવતી પર કર્યો જીવલેણ હુમલો, પોલીસે આરોપીની જાહેરમાં સરભરા કરી : ચોમેર ફિટકાર, હત્યાના ઘેરા પ્રત્યાઘાત

ભાવનગર,તા.5:ભાવનગર શહેરના એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે એક મહિલાની જાહેરમાં નિર્મમ હત્યાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. લાંબા સમયથી મૈત્રી કરારમાં સાથે રહેતા એક યુવકે આડા સંબંધની શંકા રાખીને પોતાની સાથે રહેતી મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીએ મહિલાને જમીન પર પછાડીને માથાના ભાગે તથા શરીરે આડેધડ માર માર્યો હતો અને આ હિંસક ઘટના વખતે બહેનને બચાવવા વચ્ચે પડેલા ભાઈને પણ આરોપીએ માર મારી ઈજા પહોંચાડી હતી. આ સમગ્ર ઘટના બસ સ્ટેન્ડના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જ્યારે આસપાસના લોકો મૂકપ્રેક્ષક બનીને આ ઘટના જોઈ રહ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા આ મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગરના એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ગત 3 સપ્ટેમ્બરે આડા સંબંધની શંકા રાખીને ફેઝલ ઉર્ફે ખાટકી રફિકભાઈ લાખાણી નામના શખ્સ સાથે છેલ્લા આઠ વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી કાજલબેન પર જીવલેણ હુમલો કર્યો હતો. “હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે કેમ બોલતી હતી’’ તેમ કહીને આરોપીએ કાજલબેનને અપશબ્દો બોલીને જમીન પર પછાડી પછાડીને નિર્દયતાપૂર્વક આડેધડ ઢોરમાર મારી હત્યા નીપજાવી હતી. હિંસક ઘટના વખતે વચ્ચે પડીને બહેનને બચાવવા ગયેલા તેના ભાઈ સહિત પ્રત્યક્ષદર્શી સાક્ષી રવિ ઉર્ફે બાંડાને પણ આરોપીએ ઈજાઓ પહોંચાડી હતી.

મૃતક કાજલબેનના ભાઈએ  લગ્નજીવનના છૂટાછેડા બાદ પોતાનું બાળક મૂકીને ઘરેથી નીકળી ગયા હતા અને એસ.ટી. બસ સ્ટેન્ડની ફૂટપાથ પર રહેતા હતા, જ્યાં વરતેજના ફેઝલ ઉર્ફે ખાટકી સાથે પરિચય થતાં બંને સાથે રહેતા હતા. આસપાસના લોકો મૂકપ્રેક્ષક બનીને આ બધું જોઈ રહ્યા હતા અને આ સમગ્ર ઘટના બસ સ્ટેન્ડના સીસીટીવી (ઈઈઝટ) કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી.

ઘટના બાદ ગંભીર રીતે ઘવાયેલા કાજલબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત જેથી બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવના ઘેરા પડઘા સૌરાષ્ટ્રમાં પડયા હતા.આ અંગે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને મૃતક કાજલબેનના માતાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ નીલમબાગ પોલીસ સ્ટેશનના પી.આઈ. સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગણતરીની કલાકોમાં જ હત્યા કરીને નાસી છૂટેલા આરોપી ફેઝલ ઉર્ફે ખાટકીને ઝડપી પાડી જાહેરમાં સરભરા કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક