• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

નેપાળના બે દૃશ્ય : હતાશા અને જિજીવિષા

એક બાજુ પૂતળાનાં અંતિમ સંસ્કાર, બીજી બાજુ કાટમાળમાંથી 11મા દિવસે જીવિત નીકળતા માણસ

કાઠમાંડુ, તા. 5 : નેપાળમાં અચાનક આવેલા વિનાશકારી પુર બાદ મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્થિતિ એવી બની છે કે હવે મળતા મૃતદેહોને તત્કાળ દફન કરવામાં આવી રહ્યા છે જ્યારે પરિજનોની તલાશથી હારી ચૂકેલા લોકો પૂતળા સળગાવીને પ્રતીકાત્મક અંતિમવિધિ કરી રહ્યા છે. નેપાળમાં તબાહી મચાવનાર ઘાતક પૂરમાં અચંબિત કરે તેવો એક ચમત્કાર પણ કાટમાળ અને મલબામાંથી બહાર આવ્યો છે. પૂરનાં 11મા દિવસે બચાવ ટીમોએ 2 લોકોને જીવતા શોધી કાઢ્યા હતાં. પ્રથમ સફળતા અપર ત્રિશૂલી-1 જળવિદ્યુત પરિયોજનામાં મળી. અહીં ઓડિટ-4 ટનલમાંથી એક ચીની નાગરિકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.

બીજી સફળતા નુવાકોટ જિલ્લાના વિદુર નગરપાલિકા વિસ્તારના બેત્રાવતીમાં મળી. અહીં ચાર માળનું મકાન ધરાશાયી થયું હતું અને તેના કાટમાળમાં 64 વર્ષીય મહિલા ચંડિકા શ્રેષ્ઠ ફસાઈ ગઈ હતી. 9 સભ્યોની બચાવ ટીમે મહિલાને કાટમાળમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લીધી હતી.

નેપાળ પોલીસ અનુસાર અત્યારસુધીમાં 1400 લોકોએ જીવ ગુમાવ્યાની પુષ્ટિ થઈ છે. રાહત અને બચાવ કામ હજી પણ ચાલી રહ્યું છે. નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂર બાદ અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી વધુ મૃતદેહો મળી આવતાં શનિવારે મૃત્યુઆંક વધીને 1,344 થયો છે. બચાવ ટીમો લગભગ 5,000 ગુમ થયેલા લોકોની શોધમાં વ્યસ્ત છે, જેમાં ઓછામાં ઓછા 589 વિદેશી નાગરિકોનો સમાવેશ થાય છે. 13,000થી વધુ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

 

કોઈપણ સમયે તૂટશે તિબેટના ગ્લેશિયર : ચીનની ચેતવણી

ચીની શોધકર્તા અનુસાર તિબેટના ગ્લેશિયરોમાં સમય જતા અસ્થિરતા વધશે

નવી દિલ્હી, તા. 5 : નેપાળ-તિબેટ સરહદે પૂર બાદ ચીને તિબેટના ગ્લેશિયરોને લઈને ગંભીર ચેતવણી આપી છે. ચીનના એક વરિષ્ઠ જળવાયુ અધિકારીએ ચેતવણી આપી છે કે તિબેટના ગ્લેશિયર આગામી સમયમાં વધારે અસ્થિર બની શકે છે. જેનાથી ગ્લેશિયરોના તૂટવાના બનાવ વધી શકે છે તેમજ તિબેટ-નેપાળ સરહદે આવેલા જીવલેણ પૂર જેવી બીજી મોટી આફતની આશંકા પણ રહે છે.

26 ઓગસ્ટના નેપાળમાં અચાનક પૂર આવ્યું હતું. જેનાથી ભારે તબાહી મચી છે અને 1400 લોકો જીવ ગુમાવી ચુક્યા છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ અનુસાર ચીનના સરકારી સંગઠન (જુઓ પાનું 8)

નેશનલ ક્લાઈમેટ સેન્ટરના ડેપ્યુટી ડાયરેક્ટર ગાઓ રોંગે કહ્યું હતું કે, છેલ્લા 60 વર્ષમાં તિબેટમાં ગ્લેશિયરોનું ક્ષેત્ર 24 ટકા ઘટયું છે અને 7000 નાના ગ્લેશિયર ગાયબ થઈ ચૂક્યા છે.  ગાઓ અનુસાર આગામી સમયમાં ગ્લેશિયરની સંરચનાત્મક સ્થિરતા ઘટી શકે છે. જેનાથી ગ્લેશિયર સંબંધિત આફત વધુ વખત આવી શકે છે. તેમજ તબાહીનો દાયરો વધી શકે છે.  બીજી તરફ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવે પ્રાકૃતિક આફતના જોખમની માપણી માત્ર બરફ કે પહાડ કેટલો તૂટયો છે તેના આધારે કરી શકાય નહી. આંકડાઓનું વિશ્લેષણ કર્યા બાદ વૈજ્ઞાનિકોએ માહિતી એકત્રિત કરી હતી કે તુટેલા બરફ અને પહાડનો કાટમાળ 22 કિમી લાંબી  ઘાટીથી ઝડપથી નીચે આવ્યો હતો અને આ દરમિયાન ભારે વિનાશકારી સૈલાબમાં પરિવર્તન થયું હતું. આ માટે ગ્લેશિયર તૂટવાથી સાથે કાટમાળ નીચે આવતા સમયે કેટલી હદે વકરી શકે છે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં સ્પાના કર્મચારી પાસેથી રૂપિયા 6 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું ઓઢવ સર્કલ નજીક નિર્મિત સ્ક્વેરમાં દુકાન નંબર 101માં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો અમારા પ્રતિનિધિ તરફથી September 06, Sun, 2026