• રવિવાર, 06 સપ્ટેમ્બર, 2026

ઈરાનનાં ઓઈલ હબ ખર્ગ દ્વીપ ઉપર અમેરિકાનો હુમલો

ઓઈલ ટેન્કરને બનાવાયું નિશાન : ચાર મિસાઈલ દાગી : ઈરાનનાં સૌથી ગુપ્ત ઠેકાણાને ઉડાવી નાખવા ટ્રમ્પની ધમકી

નવીદિલ્હી,તા.પ: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તનાવ ફરી એકવાર ચરમ ઉપર પહોંચી રહ્યો છે. જેમાં હવે ઈરાનનાં ખર્ગ દ્વીપ ઉપર અમેરિકાએ મોટો હુમલો કરી નાખ્યો છે. ખર્ગ ટાપુ ઈરાનનાં ઓઈલનું મુખ્ય હબ-કેન્દ્ર છે. અહેવાલો અનુસાર ખર્ગ પાસે જ ઈરાનનાં ઓઈલ ટેન્કરને નિશાન બનાવીનુ હુમલો કરવામાં આવ્યો હતો. હજી સુધી ઈરાનનાં ફક્ત ઓઈલ ટેન્કરને નિશાન બનાવવામાં આવ્યું છે કે, ખર્ગ દ્વીપ ઉપર પણ ખાનાખરાબી સર્જવામાં આવી છે તે અસ્પષ્ટ છે. જો કે બિનસત્તાવાર અહેવાલો અનુસાર અમેરિકાએ આ હુમલો ચાર મિસાઈલ દાગીને કર્યો હતો.  તાજેતરમાં જ અમેરિકાએ એઆઈ જનરેટેડ એક વિડીયો સોશિયલ મીડિયામાં જારી કરીને ખર્ગ દ્વીપનાં ટુકડા થતાં પણ દેખાડયા હતાં. તેની પૃષ્ઠભૂમિમાં કરવામાં આવેલો આ હુમલો અમેરિકાનાં મનસૂબાને પણ દેખાડી જાય છે. દરમિયાન અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને તેનાં સૌથી ગુપ્ત ઠેકાણાને નેસ્તનાબૂદ કરી નાખવાની ધમકી આપી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, બહુ જલ્દી અમેરિકા પિકએક્સ પહાડને ઉડાવી નાખશે. આ સાથે જ તેમણે ઉમેર્યુ હતું કે, આ લડાઈનો એકમાત્ર ઉદ્દેશ તહેરાનને પરમાણુ શત્ર હાંસલ કરતાં રોકવાનો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અમદાવાદમાં સ્પાના કર્મચારી પાસેથી રૂપિયા 6 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું ઓઢવ સર્કલ નજીક નિર્મિત સ્ક્વેરમાં દુકાન નંબર 101માં ક્રાઇમ બ્રાન્ચનો દરોડો અમારા પ્રતિનિધિ તરફથી September 06, Sun, 2026