• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

સુરતમાં બિલીપત્રના

ઝાડ પર ગળાફાંસો ખાઈ પ્રેમી યુગલનો આપઘાત 

સુરત, તા.13: સુરતના ઉધનામાં સંજયનગરમાં રહેતા અને બે દિવસથી ગુમ પ્રેમી યુગલ આજે ઉધના ખાડી કિનારા નજીક બિલીપત્રના ઝાડ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી હતી. 

મૂળ દાહોદના વતની અને સુરતના ઉધનામાં આવેલા સંજયનગરમાં રહેતો જીણા(ઉં.23)નામનો યુવક કામ માટે બે માસ પહેલા સુરત આવી મજૂરી કામ કરતો હતો. દરમિયાન આ યુવકને તેના સમાજની અને તેની જ સાથે કામ કરતી 16 વર્ષીય કિશોરી સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા. બંને બે દિવસ પહેલા ઘરેથી ભાગી જતા કિશોરીના પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેણીનો કોઈ પતો મળ્યો ન હતો. કિશોરીના માતા-પિતા તેને શોધવા માટે વતન દાહોદ પહોંચી ગયા હતા પરંતુ ત્યાં પણ તે મળી ન હતી. દરમિયાન આજે સવારે તેમના ઘર નજીક રામજી નગર મંદિર પાસે ખાડી કિનારેથી પ્રેમી યુગલના મૃતદેહ બીલીપત્રના ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા લોકોના   ટોળા ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ કરી શરૂ કરી છે. પરિવાર બંનેને ન સ્વીકારે તેના માટે માનિસક તણાવમાં આવીને આ પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે પ્રેમિકા સગીર હોવાનું જાણવા મળ્યું છે.  

ઇ-પેપરના નવા શુલ્ક