• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

બોટાદમાં શ્રાવણી સરવડાથી ઠંડક, જૂનાગઢમાં પણ વરસાદી ઝાપટાં માણાવદરમાં 7 મી.મી. વરસાદ નોંધાયો; ખેતરોમાં ઉભા પાકને રાહત

બોટાદ, જૂનાગઢ, તા.13: શ્રાવણ માસની શુભ શરૂઆત સાથે જ બોટાદ પંથકમાં મેઘરાજાએ પધરામણી કરતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં રોડ-રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. શ્રાવણના પ્રારંભે વરસેલા આ શુકનવંતા વરસાદથી લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો હતો. વરસાદના કારણે ખેતરોમાં ઉભેલા પાકને નવી રાહત મળવાની આશા જાગી છે. જોકે, શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

બીજી તરફ, જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે દિવસથી હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. વરસાદી વાતાવરણ વચ્ચે આજે સવારે માણાવદરમાં 7 મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે વંથલી અને જૂનાગઢ શહેરમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડયાં હતાં. માણાવદરમાં પડેલા જોરદાર ઝાપટાથી માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. વરસાદથી ખેતરોમાં લહેરાતી મોલાતોને પણ જીવતદાન મળ્યું હતું. શ્રાવણના આરંભે વરસેલા વરસાદથી ખેડૂતોમાં પાકને લઈને આશા જાગી છે.

------

ઇ-પેપરના નવા શુલ્ક