• શનિવાર, 04 જુલાઈ, 2026

ધ્રાંગધ્રાના ભરાડા ગામે થતી ખનીજચોરી ઝડપાઈ : જેસીબી જપ્ત

ધ્રાંગધ્રા, તા.2: સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી.ની ટીમે પી.આઈ. બી.એચ. સિંગરખિયાના માર્ગદર્શન તેમજ પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઈ. એન.એ.રાયમાની ટીમને મળેલી બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે સબ સ્ટેશન પાછળ પથ્થર ખનન થઇ રહ્યું હોય દરોડો પડયો હતો. તેમજ ખાણ ખનીજ વિભાગને જાણ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન રૂ.30 લાખનું જેસીબી મશીન કબજે કરાયું હતું. તેમજ ભરડા ગામના લાલા રણછોડભાઈ ભરવાડ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.    

ઇ-પેપરના નવા શુલ્ક