ન્યાયની
આશાએ ઉપવાસ પર બેઠેલા ખેડૂતો મક્કમ, આજે 6 ગામના ખેડૂતોની સંયુક્ત બાઈક, કાર રેલી
મોરબી,
તા. 2 : જેતપર પંથકના ખેડૂતોના પડતર પ્રશ્નો
અને ન્યાયિક માંગણીઓને લઈને શરૂ થયેલું જેતપર ખેડૂત આંદોલન દિનપ્રતિદિન વધુ મજબૂત અને
ઉગ્ર બની રહ્યું છે. ખેડૂતો દ્વારા પોતાની પડતર માંગણીઓ સંતોષવા માટે શરૂ કરાયેલા આંદોલન
અને ઉપવાસનો આજે 15મો દિવસ છે. છેલ્લા 15 દિવસથી ખેડૂતો મક્કમતાપૂર્વક ન્યાયની આશાએ
ઉપવાસ પર બેઠા છે, છતાં હજુ સુધી યોગ્ય ઉકેલ ન આવતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં
પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ લાંબાગાળાની
લડતને વધુ વેગ આપવા અને ઉપવાસ પર બેઠેલા આંદોલનકારીઓને સમર્થન જાહેર કરવા માટે હવે
આસપાસના ગામો પણ મેદાને આવ્યા છે. જેતપર ખેડૂત આંદોલનના સમર્થનમાં આવતીકાલે તારીખ
03 ને શુક્રવારના રોજ 6 ગામોની સંયુક્ત બાઈક તથા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું
છે. આ રેલીમાં જૂના ઘાટીલા, વેજલપર, ખાખરેચી,
કુંભારીયા, વેણાસર અને રોહીશાળા એમ કુલ 6 ગામના ખેડૂતો, યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં
જોડાશે.