• રવિવાર, 24 મે, 2026

પાસ-નાપાસની પધ્ધતિ થશે નાબૂદ, પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન અને પ્રાયોગિક કાર્યોથી મૂલ્યાંકન

ગુજરાત રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 22: ગુજરાત રાજ્યની શિક્ષણ પદ્ધતિમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે ગઊઙ-2020 અંતર્ગત હવે રાજ્યમાં નવો અભ્યાસક્રમ અમલમાં મૂકવામાં આવશે. જેનું નવું ફ્રેમવર્ક આગામી શૈક્ષણિક સત્રથી જાહેર કરી દેવાશે. આ નવા ફેરફારમાં સૌથી મોટી વાત એ છે કે પરંપરાગત ચાલી આવતી પાસ-નાપાસ સિસ્ટમને હવે નાબૂદ કરવામાં આવશે. તેના સ્થાને વિદ્યાર્થીઓનું પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન અને પ્રાયોગિક કાર્યો દ્વારા મૂલ્યાંકન હાથ ધરાશે.

આ નવા શૈક્ષણિક સુધારામાં સૌથી મહત્વની અને મોટી વાત એ છે કે,વર્ષોથી પરંપરાગત રીતે ચાલી આવતી પાસ નાપાસની સિસ્ટમને હવે સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. અત્યાર સુધી માત્ર લેખિત પરીક્ષાના ગુણના આધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી થતું હતું પરંતુ હવે આ પદ્ધતિ ભૂતકાળ બની જશે.તેના સ્થાને વિદ્યાર્થીઓની ક્ષમતા ચકાસવા માટે પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન, પ્રાયોગિક કાર્યો (પ્રેક્ટિકલ વર્ક), ક્લાસ એક્ટિવિટી અને નિયમિત આંતરિક મૂલ્યાંકનનો સહારો લેવામાં આવશે. આ નવી પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય ગોખણપટ્ટી દૂર કરી વિદ્યાર્થીઓનું સર્વાંગી મૂલ્યાંકન કરવાનો છે.

આ નવું ફ્રેમવર્ક રાજ્યની તમામ શાળાઓ માટે લાગુ

શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર,આ નવી શિક્ષણ પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાંથી પરીક્ષાનો ડર અને ગોખણપટ્ટીની આદત દૂર કરવાનો છે. માત્ર પુસ્તકીય જ્ઞાન મેળવવાને બદલે વિદ્યાર્થીઓ વ્યવહારિક જ્ઞાન મેળવે અને તેમનો સર્વાંગી તેમજ માનસિક વિકાસ થાય તે બાબતને કેન્દ્રમાં રાખવામાં આવી છે. આ ફેરફારથી નબળા વિદ્યાર્થીઓ પરથી માનસિક તણાવ ઘટશે અને ડ્રોપ-આઉટ રેશિયો પણ ઓછો થશે.આગામી સમયમાં આ નવું ફ્રેમવર્ક રાજ્યની તમામ સરકારી અને ખાનગી શાળાઓ માટે લાગુ કરવામાં આવશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક