• સોમવાર, 27 એપ્રિલ, 2026

રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠક ઉપર 58.98% મતદાન

વર્ષ 2021ની ચૂંટણીની તુલનાએ મતદાનમાં 4.49 ટકાનો ઘટાડો

3.20 લાખ પુરુષ અને 2.43 લાખ મહિલા સહિત કુલ 5.64 લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

રાજકોટ તા.26 : સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો અસહ્ય ગરમી, પ્રચારમાં સુસ્તી અને મતદારોની નિરસતાને પગલે આ વર્ષે મતદાનની ટકાવારીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ગત ચૂટંણીના 63.47 ટકા મતદાનની તુલનાએ આ વખતે માત્ર 58.98 ટકા જ મતદાન નોંધાયું છે.

વર્ષ 2021માં આયોજિત રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 36 બેઠકો માટે કુલ 9.60 લાખ મતદારો નોંધાયા હતાં જેમાં 6.09 લાખ મતદારોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કરતાં 63.47 ટકા મતદાન નોંધાયું હતું. એ સમયે 36 બેઠકો પૈકી માત્ર એક બેઠક કોંગ્રેસના ફાળે આવી હતી.  આ વર્ષે એસઆઈઆરને લીધે જિલ્લામાં મતદારોની સંખ્યા ઘટીને 9.56 લાખ થઈ ગયાં છે. આજે 3.20 લાખ પુરુષ અને 2.43 લાખ મહિલા સહિત કુલ 5.64 લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતાં સાંજ સુધીમાં 58.98 ટકા મતદાન નોંધાયું હતું. ગત વર્ષની તુલનાએ આ વખતે 4.49 ટકા મતદાન ઘટયું છે.

બેઠકવાઈઝ જોઈએ તો આણંદપર બેઠક ઉપર 70.85 ટકા, આટકોટ 54.53 ટકા, બેડી 59.04 ટકા, બેડલા 65.23 ટકા, ભાડલા 68.41 ટકા, બેડલા 75.31 ટકા, ભડલી બેઠક ઉપર 61.05 ટકા, બોરડી સમઢીયાળા બેઠક ઉપર 52.04 ટકા,ચરખડી બેઠક ઉપર 49.71 ટકા, દડવી બેઠક ઉપર 47.29 ટકા, દેરડી બેઠક ઉપર 52.06 ટકા, ડુમીયાણી બેઠક ઉપર 58.45 ટકા મતદાન નોંધાયું છે.

આ ઉપરાંત જામકંડોરણા બેઠક ઉપર 55.22 ટકા, કમળાપુર બેઠક ઉપર 63.47 ટકા, કસ્તુરબાધામ બેઠક ઉપર 67.87 ટકા, કોલીથડ ઉપર 54.30  ટકા,કોલકી બેઠક ઉપર 60.37 ટકા, કોટડાસાંગાણી બેઠક ઉપર 64.09 ટકા મતદાન નોંધાયું છે. આ ઉપરાંત કુવાડવા બેઠક ઉપર 74.31 ટકા, લોધીકા બેઠક ઉપર 41.41 ટકા, મોટીમારડમાં 53.81 ટકા, મોવીયા બેઠક ઉપર 60.48 ટકા, પડધરી બેઠક ઉપર 67.28 ટકા મતદાન નોંધાયું છે.

જ્યારે પાનેલી મોટીમાં 56.99 ટકા,પારડીમાં 46.88 ટકા, પેઢલા બેઠક ઉપર 56.56 ટકા, પીપરડીમાં 59.98 ટકા, સાંણથલીમાં 51.84 ટકા, સરપદડમાં 66.34 ટકા, સરધાર બેઠક ઉપર 72.68 ટકા, શિવરાજગઢ બેઠક ઉપર 50.12 ટકા,  શિવરાજપુર બેઠક ઉપર 63.66 ટકા, સુપેડી બેઠક ઉપર 58.63  ટકા, થાણાગાલોળ બેઠક ઉપર 52.43  ટકા, વેરાવળ બેઠક ઉપર 55.91 ટકા, વિંછીયા બેઠક ઉપર 59 ટકા તથા વિરપુર બેઠક ઉપર 58.63 ટકા મતદાન નોંધાયું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક