મહિલાઓનું 53.90 % તેમજ પુરુષોનું 61.58% મતદાન નોંધાયું
જામનગર,
તા. 26: જામનગર મહાનગરપાલિકાની 16 વોર્ડ ની 64 બેઠકો પૈકી એક બેઠક બિનહરીફ થઈ હોવાથી 63 બેઠક ઉપર મતદાન યોજાયુ હતું જેમાં 57.84
ટકા મતદાન સાંજે 6 વાગ્યા સુધીમાં થયું હતું. અલબત્ત મોડી રાત સુધીમાં ટકાવારીમાં નજીવો
ફેરફાર થયો હતો.
આજે
મતદાનમાં વૉર્ડ 12માં 72.93 અને 1માં 75.93
ટકા ભારે મતદાન થયું હતું અને તેની ટકાવારી પણ અન્ય બેઠકો કરતા વધુ રહી હતી.જયારે સોથી
ઓછું મતદાન વોર્ડ નંબર 5 માં થયું હતું જ્યાં સરેરાશ 45.89% મતદાન નોંધાયું છે.
આજે
યોજાયેલી ચૂંટણીમાં ત્રણ સ્થળો ઇવીએમ બદલવા પડેલ હતા તેમજ અનેક જગ્યાએ નાની મોટી ફરિયાદો
ઉદ્ભવેલ હતી સરકાર દ્વારા આ વખતે મતદાર પાવતી ઘરે ઘરે પહોંચાડવામાં આવેલી ન હોવાથી
તેમજ ઉમેદવારો દ્વારા પણ મતદાર પાવતી પહોંચાડવામાં ઉદાસ રહ્યા હતા. તેના કારણે મતદારોને પોતાનું મતદાન મથક ગોતવામાં
મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તેમાં પણ અસંખ્ય મતદારોના મતદાન મથકો પરંપરાગતની બદલે
અન્ય જગ્યાએ ફેરવાઈ જતા આવા મતદારો અહીં તહીં ઘુમતા હેરાન પરેશાન જણાતા હતા. બપોરે
ભારે ગરમી અને તડકાએ પણ મતદારોને (જુઓ પાનું 10)
મતદાન
મથક સુધી આવતા રોકેલા હતા જોકે સાંજ પડતાં સુધીમાં ધાર્યા કરતા સારું મતદાન નોંધાયું
હતું. જો કે આજ જાહેર થયેલ આંકડાઓ અનુસાર જે ફેરફાર ને પાત્ર છે એ મુજબ 16 વોર્ડમાં
નોંધાયેલા મતદાનના આંકડાઓ જોવા જઈએ તો વોર્ડ નંબર 1 માં 75.93% વોર્ડ નંબર 2 માં
61.60 % વોર્ડ નંબર 3 માં 48.13 % વોર્ડ નંબર ચારમાં 59.84 % વોર્ડ નંબર 5 માં 45.69
વોર્ડ નંબર 6 માં 47.80 % વોર્ડ નંબર 7 માં 48.85% વોર્ડ નંબર 8 માં 46.13 % વોર્ડ
નંબર 9 માં 56.10 % વોર્ડ નંબર 10 માં 59.76% વોર્ડ નંબર 11 માં 56.22% વોર્ડ નંબર
12 માં 72.93% વોર્ડ નંબર 13 માં 63.43 % વોર્ડ નંબર 14 માં 53.30 % વોર્ડ નંબર 15
માં 58.24% વોર્ડ નંબર 16 માં 61.62 % મતો પડયા છે.
આજે
મહિલાઓએ 53.90 %તેમજ પુરુષોએ 61.58% સાથે કુલ 57.84 % મતદાન થયું છે.