દરેક તાલુકાના એક પેટ્રોલ પંપ પરથી મળશે કેરોસીન
(અમારા
પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા.5: ઈરાન યુદ્ધને
કારણે સમગ્ર દેશમાં કઙઋ ની અછત ઉભી થઈ છે. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ પુરવઠાના
વિકલ્પ તરીકે કેરોસીનનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે ગુજરાત રાજ્યમાં કેરોસીન
ફાળવણી અને વિતરણ અંગેની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની સૂચનાનુસાર ગુજરાત
સરકાર દ્વારા રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં કઙઋ-ઘરેલુ ગેસ ઉપરાંત કેરોસીનના વિતરણની
વધારાની વ્યવસ્થા કેરોસીન ડીલર એસોસિએશન તથા ઓઇલ માર્કાટિંગ કંપનીઓ સાથે ગોઠવવામાં
આવી છે. જે મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યને કુલ 1452 ઊંક કેરોસીન ફાળવવામાં
આવ્યું છે. જેના અનુસંધાને ગુજરાત સરકારે રાજ્યના તમામ જિલ્લાઓમાં 36 ઊંક કેરોસીનની
ફાળવણી કરી છે. આ કેરોસીનનું વિતરણ ગ્રામીણ વિસ્તારોમાં કરવામાં આવશે. જેમાં પરિવાર
દીઠ 5 લીટર અને સંસ્થાઓ દીઠ 25 લિટર વિતરણ કરવામાં આવશે. જે પૈકી મોટા પરિવારો તથા
મોટી સંસ્થાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. આ કેરોસીનનો ઉપયોગ ફક્ત રાંધવા માટે અને પ્રકાશની
વ્યવસ્થા કરવા માટે
કરી
શકાશે.
કેરોસીન
ફાળવણી માટેની અરજીઓ સ્વીકારવા માટે ગઈંઈ દ્વારા ખાસ ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કરવામાં
આવ્યું છે. જે ગત સોમવારથી ચાલુ છે. રાજ્યમાં કેરોસીન સંગ્રહ માટે બરોડા અને પાલનપુર
ખાતે બે સ્ટોરેજ ડેપો નિયત કરવામાં આવ્યા છે. જ્યારે, દરેક તાલુકામાં એક પેટ્રોલપંપ
પરથી કેરોસીન વિતરણની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા સ્તરે ઓછામાં ઓછા 12,000 લિટર
કેરોસીનની ઓનલાઈન માંગણી મળેથી તાત્કાલિક કેરોસીનનું વિતરણ દરેક તાલુકાના એક પેટ્રોલ
પંપ પરથી કરવામાં આવશે. ટ્રાન્સપોર્ટ તથા બીજા ખર્ચને ધ્યાનમાં લઈને કેરોસીનની ભાવ
બાંધણી કરવામાં આવી છે. જે પ્રતિ લીટર દીઠ રૂ. 61.40થી 66.14 વચ્ચે રહેશે.