• રવિવાર, 05 એપ્રિલ, 2026

તિરુમાલા મંદિર પહોંચ્યા રજત પાટિદાર, જીતેશ શર્મા

રોયલ ચેલેન્જર બેંગલોરનો કેપ્ટન રજત પાટિદાર અને વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્માએ શનિવારે પવિત્ર તિરુમાલા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આંધ્ર પ્રદેશમા શેષચલમ પહાડ ઉપર બનેલું તિરુમાલાનું વેંકટેશ્વર મંદિર હિંદુ ધર્મના સૌથી પવિત્ર મંદિરમાંથી એક છે. આ મંદિર ભગવાન વેંકટેશ્વર-જે વિષ્ણુના અવતાર છે, તેને સમર્પિત છે અને આ મંદિરમાં દર વર્ષે 24 મિલિયનથી વધારે શ્રદ્ધાળુઓ દર્શન કરે છે. પાટીદાર અને જીતેશ ગયા વર્ષે સીએસકે સામેના મેચ પહેલા આ પવિત્ર સ્થળે પહોંચ્યા હતા. આરસીબીએ ગયા વર્ષે પહેલી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. આઈપીએલ 2026માં આરસીબી પોતાનો બીજો મુકાબલો રવિવારે પોતાના ઘરેલુ મેદાન એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સીએસકે સામે રમશે. સીએસકેની ટીમ પોતાના પહેલા બે મુકાબલા હારી ચુકી છે. તેવામાં સીએસકે પહેલી જીતની રાહમાં છે. જ્યારે આરસીબી જીતનો લય જાળવવા ઈચ્છશે.

ઇ-પેપરના નવા શુલ્ક