• સોમવાર, 06 એપ્રિલ, 2026

પીઠની ઇજાના અંતિમ સ્કેન માટે કમિન્સ ઓસ્ટ્રેલિયા પરત ફર્યો

હૈદરાબાદ, તા.પ : સનરાઇઝર્સ હૈદરાબાદનો નિયમિત કપ્તાન પેટ કમિન્સ પીઠની ઇજાના અંતિમ સ્કેન માટે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. ગયા વર્ષના જુલાઈ માસથી મેદાન બહાર ચાલી રહેલ કમિન્સ આ દરમિયાન ફક્ત એક એશિઝ ટેસ્ટ રમી શક્યો છે. આઇપીએલ-2026માં તેના સાથે સનરાઇઝર્સની કપ્તાની ઇશાન કિશન સંભાળી રહ્યો છે. હવે એવા સમાચાર સામે આવ્યા છે કે તે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો સાથ છોડીને ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. જયાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની દેખરેખમાં તેની પીઠની ઇજાનો અંતિમ સ્કેન કરવામાં આવશે. જો રિપોર્ટ સારો આવશે અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની ફિટનેસ ટેસ્ટમાં સફળ રહેશે તો કમિન્સને આઇપીએલ રમવાની મંજૂરી મળી જશે. આથી તે લગભગ 17 એપ્રિલથી ટીમ સાથે જોડાઈ જશે.

સનરાઇઝર્સ હૈદરાબાદના એક કોચિંગ સ્ટાફે જણાવ્યું કે કમિન્સ લગભગ આઇપીએલના બીજા હાફથી મેદાનમાં રમતો જોવા મળશે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ઓસ્ટ્રેલિયા પરત ફરવા અગાઉ કમિન્સે નેટમાં બોલિંગ શરૂ કરી દીધી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક