બલ્ક ફ્યૂલની કિંમતમાં વધારો અને સિલિન્ડરની અછતનાં કારણે ઘણા માછીમારોએ ટ્રીપ ટૂંકાવી
નવી
દિલ્હી, તા. 5 : ઈરાનમાં ચાલી રહેલાં યુદ્ધની અસર દુનિયાના દરેક દેશ ઉપર જોવા મળી રહી
છે. ભારત પણ આવી અસરમાંથી બાકાત નથી. ઊર્જા સંકટ ઉપરાંત ગોવા અને મહારાષ્ટ્રના માછીમારો
પણ યુદ્ધની પરિસ્થિતિનો શિકાર બન્યા છે. સેંકડો હોડીઓ સમુદ્ર કિનારે રહેવા મજબૂર છે.
રિપોર્ટ અનુસાર ઘણા માછીમારોનું કહેવું છે કે, એલપીજી સિલિન્ડરની કમીનાં કારણે બોટ
ઉપર રસોઈ કરવાની સમસ્યા છે. જો કે ઘણા લોકો હજી પણ પ્રાઇમસ ઉપર રસોઈ કરી રહ્યા છે.
આ ઉપરાંત બલ્ક ફ્યુલની કિંમતમાં પણ વધારો થયો હોવાથી માછીમારોની મુશ્કેલી વધી છે.
એક
માછીમાર અનુસાર એક સિલિન્ડરની કિંમત બ્લેક માર્કેટમાં 10 હજાર આસપાસ છે. તેવામાં પ્રાઈમસનો
સહારો લેવો પડે છે. અહેવાલ અનુસાર મુંબઈ અને ગોવામાં બલ્ક ફ્યુલની કિંમપણ વધી છે. એક
હોડી 15 દિવસમાં લગભગ 2000થી 3000 લીટર ડીઝલનો ઉપયોગ કરે છે. તેવામાં માછીમારો માટે
બલ્ક ડીઝલ લેવું મોંઘુ બન્યું છે. મુંબઈમાં બલ્ક ડીઝલ 122 રૂપિયે પ્રતિલિટર મળે છે.
જેની પહેલા કિંમત 70થી 80 રૂપિયા હતી. રિપોર્ટમાં માલિમના એક માછીમારના હવાલાથી કહેવામાં
આવ્યું હતું કે, એલપીજી સિલિન્ડરની કમી થવાથી માછીમારોએ માછીમારીનો સમય ઘટાડી દીધો
છે. જો કોઈ માછીમારી માટે ચાર દિવસ સુધી જાય છે તો ઓછામાં ઓછા 4-5 લોકો સાથે રહે છે.
સામાન્ય રીતે મોટી હોડીમાં 30થી 40 લોકો હોય છે અને તેઓ 15 દિવસ માટે માછીમારી કરવા
રવાના થતા હોય છે.