• સોમવાર, 06 એપ્રિલ, 2026

કેકેઆર વિરુદ્ધ પંજાબનું લક્ષ્ય વિજયની હેટ્રિક

ઉપરાઉપરી બે હાર સહન કરનાર ઊંઊંછ સામે સંતુલિત ઇલેવન પસંદ કરવાનો પડકાર

કોલકતા, તા.પ: અહીંના ઇડન ગાર્ડન ગ્રાઉન્ડ પર સોમવારના આઇપીએલ મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સનો સામનો શાનદાર ફોર્મમાં રમી રહેલ ટીમ પંજાબ કિંગ્સ વિરુદ્ધ થશે. 3 વખતની પૂર્વ ચેમ્પિયન કેકેઆર સીઝનને મુસ્તાફિઝુર રહેમાન, હર્ષિત રાણા, આકાશ દીપ અને મથિશ પથિરાનાની ખોટ સાફ વર્તાઇ રહી છે. આ સીઝનમાં કેકેઆર બે મેચ રમી છે અને બન્નેમાં હાર સહન કરી છે. બીજી તરફ પંજાબ કિંગ્સ જીતની હેટ્રિક કરવા મેદાનમાં ઉતરશે. તેના બોલર્સ અને બેટર્સ આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે.

ન્યુઝીલેન્ડના ત્રણ ટોચના બેટધર ફિન એલન, ટિમ સિફર્ટ અને રચીન રવીન્દ્ર કેકેઆર ટીમમાં સામેલ છે, પણ તેમનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો નથી. ફિન એલન એકમાત્ર એવો ખેલાડી છે. જેને મોકો અપાયો છે. પાછલા ટી-20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન કરનાર બેટધરોની સૂચિમાં બીજા નંબરના ટિમ સિફર્ટ અને સ્પિન ઓલરાઉન્ડર રચની રવીન્દ્ર બેંચ પર બેઠા છે. ઓસિ. ઓલરાઉન્ડર ટીમમાં મોંઘેરો ખેલાડી છે. તે બોલિંગ કરી રહ્યો નથી અને બેટ પર કાટ ચડી ગયો છે. તેની પસંદગીને લઈને કેકેઆર પર સવાલ થઈ રહ્યા છે. કેકેઆરની ચિંતા તેની નબળી બોલિંગ લાઇન અપ છે. બેટર્સ પણ ખાસ કંઈ દેખાવ કરી રહ્યા નથી.

બીજી તરફ પંજાબ કિંગ્સ જીતના ક્રમ પર અગ્રેસર છે. ઇડન ગાર્ડનની પરિસ્થિતિ સારી રીતે સમજનાર શ્રેયસ અય્યર પંજાબની કપ્તાની સંભાળી રહ્યો છે. તે શાનદાર ફોર્મમાં છે. પ્રિયાંશ આર્ગ, પ્રભસિમરન સારી શરૂઆત આપી રહ્યા છે જ્યારે યુવા કૂપર કોનલી બે મેચમાં 108 રન બનાવી ચૂક્યો છે. અર્શદીપ, યાનસન, વિજયકુમાર વૈશાખની બોલિંગ યૂનિટ સંતુલિત છે. જેમાં અનુભવી લેગ સ્પિનર યજુર્વેન્દ્ર ચહલ મજબૂતી આપી છે.

ઇડન ગાર્ડન પર સૂરજ વહેલો આથમે છે. આથી પહેલા દાવમાં પણ ઝાકળનો પ્રભાવ રહી શકે છે. આમ છતાં ટોસ જીતનાર ટીમ બોલિંગ કરવાનું પસંદ કરશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક