3.39
લાખ ખેડૂતોને રૂ. 1098 કરોડની સહાય પહોંચી ગઇ !
અમદાવાદ,
તા.3 (ફૂલછાબ ન્યૂઝ) : દિવાળી પછી વરસેલા માવઠાંએ ખેડૂતોને આકરો ઘા ફટકાર્યા પછી સરકારે
પેકેજ જાહેર કર્યું છે. પેકેજનો લાભ લેવા માટે 29.80 લાખ ખેડૂતોએ સરકારને અરજી કરી
છે. અરજીઓની ચકાસણીની કામગીરી કૃષિ ખાતામાં જોરશોરથી થઇ રહી છે. જોકે 4.91 લાખ જેટલા
ખેડૂતોને આપવા માટે રૂ. 1497 કરોડના બિલ તૈયાર થઇ ચૂક્યાં છે અને 3.39 લાખથી વધારે
ખેડૂતોને બેંક ખાતામાં 1098 કરોડની રકમ જમા થઇ ચૂકી છે.
ગાંધીનગરમાં
બુધવારે કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકારે
અલ્પ સમયમાં પંચ રોજકામ પૂર્ણ કરીને ઐતિહાસિક રૂ. 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર
કર્યું હતું. સહાય માટે અરજી કરવાની મુદ્દત લંબાવી છે એટલે હજુ પાંચ ડિસેમ્બર સુધી
ખેડૂતો અરજી કરી શકે છે.
તેમણે
રાહુલ ગાંધીની ટ્વિટ મામલે કહ્યું હતું કે, દેશના 21 રાજ્યોમાંથી કોંગ્રેસની સરકાર
ગઈ. કોંગ્રેસ મજબૂત ભારતને સહન કરી શક્તિ નથી. કોંગ્રેસને આરોપો સિવાય બીજુ કશું જ
આવડતું નથી. બિહારની ચૂંટણીમાં ધોબી પછડાટ મળી તો પણ કોંગ્રેસ કોઈ સબક લેવા તૈયાર નથી.
આખો પરિવાર પ્રચારમાં આવ્યો પણ જીત તેમને મળી નથી.
તાત્કાલિક
ધોરણે રાજ્યના તમામ નદી-નાળાઓમાં થતી ગંદકીના કારણો અને તેના ઉપાયો શોધીને વહેલામાં
વહેલી તકે નદી-નાળાઓમાં થતી ગંદકીને અટકાવવા માટે જરૂરી પગલા લેવા માટે દિશાનિર્દેશ
મુખ્યપ્રધાને કર્યા છે.
હવા
પ્રદૂષણને ઘટાડવા માટે એક્શન પ્લાન તૈયાર કરવા માટે ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ આપી છેવાઘાણીએ
કહ્યું કે, રાજ્યની તમામ સરકારી શાળાઓમાં ટોઇલેટ બ્લોકની ઝુંબેશ સ્વરૂપે વ્યાપક મરામત
અને સાફ-સફાઈ હાથ ધરવા માટે આદેશ પણ કરાયો છે.