• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

જામનગરના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનનું 79% કામ પૂર્ણ

વિશ્વભરની પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનું સંશોધન, પ્રમાણભુત ડેટા માનવ કલ્યાણકારી બની રહેશે

રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીના પ્રશ્નમાં આયુષ મંત્રાલયનો જવાબ

જામનગર, તા. 3: વિશ્વમાં કોરોનાકાળમાં જેની મહતા સામે આવી છે તેવી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિઓને એક છત્ર હેઠળ લાવીને માનવ જાતના કલ્યાણ-માટે કામ થાય તે માટે પીએમ નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી જામનગરથી 8 કિલોમીટર દુરના ખંભાળિયા હાઈ-વે ઉપરના ગોરધનપર ગામ પાસે આગામી સમયમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનનું માળખાગત કામ 79 ટકા પૂરું થઈ ગયું છે. રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આયુષ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી હતી.

વડાપ્રધાન દ્વારા તા.19 એપ્રિલ-2022માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા તથા વિશ્વભરના ટોચના નેતાઓ, રાજદુતો, તજજ્ઞોની ઉપસ્થિતિમાં ફોર મેડિસીનનો શિલાન્યાસ કરવામાં આવ્યાં બાદ છેલ્લા બે વર્ષથી આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનની કામચલાઉ ઓફીસ જામનગરના રાષ્ટ્રીય મહત્ત્વના સંસ્થાન એવા આઈટીઆરએના આંગણામાં ખુલી ગઈ છે જ્યાં વહિવટી કાર્યો થઈ રહ્યું છે. રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પુછેલા પ્રશ્નમાં આયુષ મંત્રાલયએ જવાબ આપ્યો છે કે, પરાપુર્વના ચિકિત્સા જ્ઞાન અને મોડર્ન સાયન્સને જોડવાના વ્યુહાત્મક  લક્ષ્ય સાથે બની રહેલા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીનના માળખાકીય કામમાં 9 ટકા પગતિતાથઈ છે. નાણાકીય 40 ટકા પ્રગતિ થઈ છે.

વિશ્વભરના માન નિરામય-સ્વસ્થ જીવન માટેના માનવ સમુદાયના આ સેન્ટરએ જામનગરને વિશ્વ નકશા ઉપર મુક્યું છે. આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન એ આધારભુત પ્રમાણો સાથેની તમામ પરંરાગત ચિકિત્સાઓને જોડતા સંકલિત મહત્ત્વના જ્ઞાન કેન્દ્ર તરીકે વૈશ્વિક સ્તરે ઉભરી આવશે. તેમ રાજ્ય સભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં શેર કર્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક