- વર્તમાન પ્રમુખ, ઉપપ્રમુખ અને કારાબોરી અધ્યક્ષને ચૂંટણી લડવી હશે તો અન્ય વિસ્તાર પસંદ કરવો પડશે
રાજકોટ,
તા.2 : રાજ્યના ચૂંટણીપંચે આજે રાજકોટ જિલ્લા પંચાયત તથા જિલ્લાની રાજકોટ, જસદણ, વિછીંયા,
જેતપુર, ગોંડલ, કંડોરણા, ઉપલેટા, કોટડાસાંગાણી, લોધીકા, ધોરાજી અને પડધરી તાલુકા પંચાયતની
આગામી ચૂંટણી માટે અનાબત બેઠકોનું નવું માળખું જાહેર કર્યું છે. આ વખતે જિલ્લા પંચાયતમાં
જુદી-જુદી બેઠકોના રોટેશન કરાતાં રાજકીય ચિત્ર ફેરવાશે અનેક મોટામાથા ચૂંટણી નહીં લડી
શકે અથવા તેઓને પોતાનો મત વિસ્તાર બદલવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટ
જિલ્લા પંચાયતની કુલ 36 બેઠક પૈકી 21 બેઠક બિનઅનામત, 10 સામાજિક શેક્ષણિક પછાત વર્ગ
(બક્ષીપંચ), ચાર બેઠકો અનુસુચિત જાતિ માટે તેમજ એક બેઠક અનુસુચિત જનજાતિ માટે અનામત
રહેશે. જામકંડોરણાની બેઠક અનુસુચિત જાતિ (આદીજાતિ)ના ફાળે ગઈ છે. રાજકોટ જિલ્લા પંચાયતના
વર્તમાન પ્રમુખ પ્રવીણાબેન રંગાણી કે જેઓ કુવાડવા સામાન્ય ત્રી બેઠક ઉપરથી ચૂંટાયાં
હતાં, આ બેઠક હવે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગને ફાળે ગઈ છે. ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર
અને કારોબારી અધ્યક્ષ પણ હાલની બેઠક ઉપરથી ચૂંટણી નહીં લડી શકે અથવા તેઓને પોતાનો મતવિસ્તાર
બદલવો પડશે. બિનઅનામત જે સામાન્ય બેઠકો ફાળવવામાં
આવી છે તેમાં આણંદપર, આટકોટ, ભડલી, પેઢલા, શિવરાજગઢ, શિવરાજપુર વગેરેનો સમાવેશ થાય
છે. સામાન્ય સ્ત્રીઓ માટેની અનામત બેઠકોમાં બેડી, બેડલા, ભાડલા, બેરડી, પડધરી, મોટીપાનેલી,
પારડી, પીપરડી, સુપેડી, થાણાગાલોલ, વિછીંયા વગેરેનો સમાવેશ થાય છે.