• શુક્રવાર, 27 નવેમ્બર, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: ઈન્દુબેન (ઈન્દીરાબેન) અશોકભાઈ વોરાનું અવસાન થતા પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું હતું. જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 917મું ચક્ષુદાન થયું છે.

બગસરા: દશા સોરઠીયા વણીક જ્યોતિબેન રમેશભાઈ સાંગાણી (ઉં.69) તે પ્રવીણભાઈ, મનસુખભાઈ, નટુભાઈ સાંગાણી, ઉષાબેન, નિલેશભાઈ, ધ્રુવના ભાભી, શૈલેષભાઈ મલકાણાના બેનનું તા.ર4 ના અવસાન થયું છે.

મોરબી: યોગીરાજસિંહ વાઘેલા તે વાઘેલા ખોડુભા હરૂભાના પુત્ર, વાઘેલા દીપકસિંહના ભાઈનું તા.રપ ના અવસાન થયું છે. બેસણુ તા.ર7 ના સાંજે 4 થી 6 શ્રીમાળી બ્રાહ્મણ વાડી, સુતાર શેરી, નાની બજાર પાસે, મોરબી છે.

બગસરા: સૌરાષ્ટ્ર મેવાડા બ્રાહ્મણ મૂળ ડુંગર હાલ બગસરા મનહરભાઈના પત્ની પદ્માગૌરી (ઉં.8ર) તે કપિલભાઈ ત્રિવેદી (પ્રોફેસર ધાણક કોલેજ), દીપકભાઈના માતાનું તા.રપ ના અવસાન થયું છે. બેસણુ તા.ર7 નાં સાંજે 4 થી 6 બ્રહ્મ સમાજની વાડી, બગસરા છે.

વેરાવળ: ધીરજલાલ છગનલાલ સુચક (ઉ.86) તે ઉપેન્દ્રભાઈ, હસમુખભાઈ સુચક, પલ્લવીબેન જયેશકુમાર તન્ના (જૂનાગઢ), સ્વ.ઈલાબેન અમિતકુમાર માણેક (રાજકોટ)ના પિતા, સ્વ.નાનાલાલ માધવજી ભીમજીયાણીના જમાઈનું અવસાન થયું છે. ઉઠમણુ, સાદડી તા.ર7 નાં સાંજે 4 થી પ, બ્રહ્મકુંડ મંદિર, વેરાવળ છે.

રાજકોટ: મુળ જામનગર હાલ રાજકોટ દિનેશભાઈ ભુરાભાઈ સુચક (ઉં.71) તે ભાવિશાબેન અમિતકુમાર મિરાણી, ધવલભાઈના પિતા, સ્વ.કિશોરભાઈ, જીતેન્દ્રભાઈ, ધર્મેન્દ્રભાઈ, ગીતાબેનના ભાઈ, સ્વ.દલસુખભાઈ વાઘજીભાઈ કક્કડના જમાઈનું તા.રપ ના અવસાન થયુ છે. ઉઠમણુ, પિયર પક્ષની સાદડી તા.ર7 ના સાંજે 4:30 થી પ:30 પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે.

કુકસવાડા: વેરાવળ નિવાસી મોઢ વણિક રસીલાબેન વિનયકાંત મહેતા (ઉં.76) તે ભાવેશભાઈ (જ્ઞાનગંગા ક્લાસિસ) મનિષા (હીના)બેન જીતેન્દ્રકુમાર મેસવાણી (ચોરવાડ), ભાવનાબેન દેવાંગકુમાર પરીખ (રાજકોટ) ના માતા, બીપીનચંદ્ર જમનાદાસ મહેતા (ધારી) ના ભાભી, ભીમજીભાઈ ડુંગરશીભાઈ ધ્રાફાણી રાજકોટના દીકરી, ખુશીના નાનીનું તા.ર6 ના અવસાન થયું છે. ઉઠમણુ તા.ર7 નાં સવારે 10 કલાકે, પીપળેશ્વર મહાદેવ મંદિર, તેમના નિવાસ સ્થાન સામે, ‘હરિદ્વાર’ સમૃદ્ધ પાર્ક, મહિલા કોલેજ પાસે, વેરાવળ છે.

રાજુલા: મ.કુત્બુદીનભાઈ ગુલામહુસેન માંકડા (બુરહાની ફોટો ફ્રેમ) (ઉ.58) તે મ.મોઈઝભાઈના નાનાભાઈ, ફાતેમાબેન (બાબરા), અમતુલ્લાબેન (લીમડી), મુસ્તુફાના પિતા, નીલોફરબેન (બાબરા), મુનીરાબેન (રાજકોટ), રજીયાબેન (અમદાવાદ-વટવા), સલમાબેન (કરાચી)ના ભાઈ, શબ્બીર તથા સકીનાબેન (લીમડી)ના કાકાનું તા.ર6 ના અવસાન થયુ છે. જીયારતના સીપારા તા.ર8 ના બપોરે 1ર કલાકે મસ્જીદમાં રાજુલા ખાતે ભાઈઓ, બહેનોના સાથે છે.

રાજકોટ: મહેન્દ્રભાઈ (ઉ.વ.64) તે ગો.વા.મોહનલાલ રાજશીભાઈ રાણપરાવાળા સ્વ.ધીરજલાલ મોહનલાલ રાણપરાના પુત્ર, હિરેનભાઈ, જીજ્ઞેસભાઈના પિતાનું તા.ર6 ને ગુરૂવારે અવસાન થયું છે. બેસણુ તા.ર8 ને શનિવારે સવારે 10:30 થી 1ર, વાઘેશ્વરી વાડી, રામનાથપરા, રાજકોટ ખાતે છે.

ઇ-પેપરના નવા શુલ્ક