• શનિવાર, 31 ઑક્ટોબર, 2026

avshan nodh

ભાવનગરમાં 11 માસની દીકરી યશ્વીનું દેહદાન

ભાવનગર: ભાવનગરના જીનાંગભાઈ શાહ પરિવારની એક 11 માસની દીકરી યશ્વીનાં અવસાનના વજ્રઘાત ઉપર દેહદાનનો નિર્ણય સમાજ માટે પ્રેરણારૂપ છે.

માનવ સેવા અને સમાજહિતના ઉમદા કાર્યમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા વધુ એક પ્રેરણાદાયી સેવા કાર્યને આગળ વધારવામાં આવ્યું છે. માત્ર 11 માસની નાનકડી દીકરી સ્વ.યશ્વી જીનાંગભાઈ શાહનું હૃદયની બીમારી સબબ સારવાર દરમિયાન અવસાન થતા પરિવાર દ્વારા દેહદાન કરવાની ઈચ્છા રેડક્રોસ સોસાયટી ભાવનગર ખાતે વ્યક્ત કરી હતી. રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા અત્યાર સુધીનું 1121મું દેહદાન સ્વીકારવામાં આવ્યું હતું. આ તકે પરિવારના સભ્યો, સ્નેહીઓ, આસપાસના રહીશો સહિત ઉપસ્થિત સૌની આંખો ભીની થઈ હતી પરંતુ અસહ્ય દુ:ખની આ ઘડીમાં પણ પરિવાર દ્વારા લેવામાં આવેલો માનવ સેવાનો નિર્ણય સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે.

 

ચક્ષુદાન, સ્કીનદાન

રાજકોટ: બાવીશી પરિવારના આશિષભાઈ ગંગદાસ બાવીશીનું અવસાન થતા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, નલીનભાઈ શાહના પ્રયાસથી બાવીશી પરિવારના રાહુલભાઈ, શ્રદ્ધાબેન તેમજ શ્રેયાબેન વંદિત પારેખ, અર્ચીબેન બાવીશીએ સ્વ.આશિષભાઈ ગંગદાસ બાવીશીના બન્ને ચક્ષુઓનું દાન, સ્કીનદાન કરવાનો સમાજ ઉપયોગી નિર્ણય લીધો હતો. ચક્ષુદાનમાં અર્હમ આઈ ફાઉન્ડેશનના આંખના સર્જન ડો.ધર્મેશભાઈ શાહ, તેમની ડોક્ટર્સની ટીમ દ્વારા માનદ સેવા અપાઈ હતી.

સ્વ.આશીષભાઈ ગંગદાસ બાવીશી (ઉં.49)ના પરિવારજનોએ સદ્ગતનો લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. શોક સંદેશ મો.99240 87584 તથા મો.98248 90652 પર મોકલવા બાવીશી પરિવાર દ્વારા વિનંતી કરાઈ છે.

ચક્ષુદાન

રાજકોટ: કેશવભાઈ રતનશીભાઈ ઉંજીયાનું અવસાન થતા સદ્ગતની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવ્યું છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 908મું ચક્ષુદાન થયું છે. આ ચક્ષુદાન પ્રવીણભાઈ બી.ભુવાના સહયોગથી થયું છે.

વાંકાનેર: સ્વ.ગુણવંતરાય ત્રિભોવનદાસ જોબનપુત્રાના પુત્ર વિપુલભાઈ (ઉં.55) તે ચંદ્રકાંતભાઈના ભત્રીજા, વિજયભાઈ, ભાવેશભાઈના મોટાભાઈ, ડો.ધ્રુવિકના પિતા, ગિરધરલાલ મગનલાલ મૃગના જમાઈ, કલ્પેશભાઈના બનેવીનું તા.29ના અવસાન થયું છે. બેસણું, શ્વસુર પક્ષની સાદડી તા.30ના સાંજે 4-30 થી 6, લોહાણા મહાજન વાડી, દિવાનપરા, વાંકાનેર ખાતે (ભાઈઓ-બહેનો)નું સાથે છે.

રાજકોટ: ચંદ્રિકાબેન વિનોદભાઈ દોશી (ઉં.69) તે વિનોદભાઈના પત્ની, ધારાના માતા, ધવલ જયંતભાઈ ઝાટકીયાના સાસુ, સ્વ.કંચનબેન છોટાલાલ દોશીના પુત્રવધુ, સ્વ.શારદાબેન અમુલખભાઈ શાહના પુત્રી, સ્વ.જયંતિલાલ, નવીનભાઈ, સ્વ.રાજુભાઈના ભાભી, નિર્મલાબેન, સ્વ.કનુભાઈ, જયસુખભાઈ, બકુલભાઈ, રાજુભાઈ, રસીલાબેન ભરતભાઈ શાહ, સ્વ.ભારતીબેન ભદ્રેશભાઈ પાતાણીના બહેન, આધ્વીના નાનીનું તા.28ના મીરા રોડ (મુંબઈ) મુકામે અવસાન થયું છે. ઉઠમણું, પ્રાર્થનાસભા તા.30ના 3-30 થી 5, મીરારોડ, વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, સેક્ટર નંબર 6, શાંતિનગર, ગુરૂદ્વારા સામે, મીરા રોડ (ઈસ્ટ) મુંબઈ છે.

સાવરકુંડલા: પરસોત્તમભાઈ ઠાકરશીભાઈ રાઠોડ (ઉં.69) તે ડો.રવિભાઈ પરસોત્તમભાઈ રાઠોડના પિતા, દલસુખભાઈના ભાઈ, સ્વ.મેઘજીભાઈ મુળજીભાઈ ચોંડીગળાના જમાઈ, જયસુખભાઈ, ઉમેશભાઈના બનેવીનું તા.26ના અવસાન થયું છે. સંયુક્ત બેસણું તા.30ના સાંજે 4 થી 6, નેસડી રોડ, ખોડિયારનગર, સાવરકુંડલા છે.

ચોટીલા: દાઉદી વ્હોરા સમાજના અગ્રણી, ઈગલ ઓટોપાર્ટસવાળા તાહેરઅલી નઝરઅલી શુક્લ તે સ્વ.મર્હુમ ફકરૂદિનભાઈ શુક્લ (ચોટીલા) તથા મર્હુમ રઝબઅલીભાઈ શુક્લ (મુળી)ના નાનાભાઈ, ઝાકિરભાઈ, મોહશીનભાઈના પિતા, હોઝેફા, તાહા, અબ્બાસના દાદાનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.31ના સાંજે 4 થી 6, સઈ સુથારની વાડી, ચોટીલા છે. જિયારત નમાજ બાદ તેઓના નિવાસ સ્થાને, ટોકીઝ પાસે, શનિવારે છે.

જામનગર: જમનભાઈ ગોબરભાઈ રાદડિયા (ઉં.67)નું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.30ના સાંજે 4 થી 5, દરમિયાન પટેલ સમાજ વાડી, રણજીતનગર છે.

ભેસાણ: રાણપુર (સોરઠ) નિવાસી નંદુબેન બાવાભાઈ પોંકીયા (ઉં.100) તે સ્વ.રાજાભાઈ, સ્વ.કરમશીભાઈ, સ્વ.મોહનભાઈના બહેન, સ્વ.પ્રભુદાસભાઈ, નટુભાઈ, હિરજીભાઈ, નલીનભાઈ, નરેશભાઈ, હસમુખભાઈ, મનુભાઈ અને વિજયભાઈના ફૈઈબાનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.31ના સવારથી સાંજ સુધી પોંકિયા પરિવારના બંગલે, રાણપુર (સોરઠ) ખાતે છે.

રાજકોટ: વિમલભાઈ રાવરાણી તે હિંમતભાઈ રાવરાણીના પુત્ર, દર્શના પિતા, અસ્મિતાબેન વાજા, મીનાબેન વાજા, ભાવેશભાઈ, નિલેશભાઈ, તુષારભાઈના ભાઈ, મનસુખભાઈ, રમેશભાઈ, પ્રવીણભાઈના ભત્રીજાનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.31ના બપોરે 2 થી 5 તેમના નિવાસ સ્થાન પર ધરાળા ગામ, તા.ગોંડલ, જી.રાજકોટ ખાતે છે. મો.નં.96382 19144, 95377 20543

જૂનાગઢ: ઝાંઝરડા નિવાસી છગનભાઈ પ્રેમજીભાઈ પટોળીયા તે દિપકભાઈ, ઉમેશભાઈના પિતા, મનસુખભાઈ પટોળીયાના મોટાભાઈ, આનંદભાઈ, સુભાષભાઈના મોટાબાપુજી, ચિરાગ, અંશના દાદાનું તા.29ના અવસાન થયું છે.

તાલાલા ગિર: છારીયા ઉનેવાળ બ્રાહ્મણ ચંદ્રકાંતભાઈ કાંતિલાલ પંડયા (ઉં.65) તે કુણાલભાઈના પિતા, ભરતભાઈ પંડયા (માથાસુરીયા), રંજનબેન પ્રતાપભાઈ જોષી (આલીદર), રસીલાબેન પ્રદીપભાઈ ઠાકર (બરોડા)ના મોટાભાઈ, સુભાષભાઈ તથા મનોજભાઈ ઉપાધ્યાય ઘડિયાળી (કોડીનાર)ના બનેવી, વિમલભાઈ ધીરજલાલ વ્યાસ (તાલાલા)ના વેવાઈનું તા.29મીએ અવસાન થયું છે. તેમની સ્મશાન યાત્રા તા.30મીને શુક્રવારે સવારે 9 વાગ્યે તેમનાં નિવાસ સ્થાન તાલાલાથી નીકળશે.

ધોરાજી: જયશ્રીબેન સુરેશભાઈ બાવીસી (ઉં.70) હાલ મુંબઈ મૂળ ધોરાજી તે શાંતિલાલ કાનજી બાવીસીનાં પુત્રવધૂ, સુરેશભાઈનાં પત્ની, પ્રકાશભાઈ, ભરતભાઈનાં મોટા ભાભીનું તા.29ના અવસાન થયું છે.

રાજકોટ: મયુરભાઈ અજીતદાસ આચાર્યનાં પત્ની વિભૂતિબેન (ઉં.40) તે ભગીરથ, ઋષિબાળાનાં માતા, રાજુભાઈ ઘનશ્યામભાઈ આચાર્યનાં ભત્રીજાવહુ, જયદીપભાઈનાં ભાભી, અતુલબાપુ લશ્કરી (ગોંડલ)નાં પુત્રી, નરેશદાસ લશ્કરીનાં ભત્રીજી, પ્રશાંત લશ્કરીનાં મોટાબેનનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.31ના રાજકોટ તેમનાં નિવાસસ્થાન અન્નપૂર્ણેશ્વર મહાદેવ, જૂની પપૈયાવાડી, ગુરુપ્રસાદ ચોક, રાજકોટ ખાતે છે. પિયર પક્ષનું બેસણું તા.2ને સોમવારે 4થી 6, ગોંડલ મુકામે નરસિંહ મંદિર ભોજરાજપરા, રોયલ પાર્ટી પ્લોટ, ગોંડલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક