• રવિવાર, 25 ઑક્ટોબર, 2026

avshan nodh

લીલાખાઃ નાગજીભાઈ કાનજીભાઈ જીયાણી (ગુજરાત એસ.ટી. નિવૃત્ત કર્મચારી સંઘના અઢાર હજાર સભાસદ ધરાવતા સંગઠનના લીગલ એડવાઈઝર અને નિવૃત્ત ઈન્ડસ્ટ્રીયલ કોર્ટના જજ) તે જ્યોત્સનાબેનના પતિ, પિયુષભાઈના પિતા, ક્રિષા તથા વિવાના દાદાનું તા.ર3 ને શુક્રવારે અવસાન થયું છે. બેસણુ તા.ર6 ને સોમવારે સાંજે 8 થી 10, 33- ગોકુલ બંગલોઝ, વેરાના કાંઠે, નિકોલ અમદાવાદ ખાતે છે.

રાજકોટઃ રાજકોટ નિવાસી હાલ અમદાવાદ સ્વ.દયાલજીભાઈ ચુનીલાલ રાણપરાનાં પત્ની નીરૂબેન તે જીતુભાઈ, સંજયભાઈ, અશ્વિનભાઈનાં માતાનું તા.ર3 ના અવસાન થયું છે. બેસણુ તા.26 નાં સવારે 9 થી 10 ભગવતી સોસાયટી, 145 નંબર, જનતાનગર, ચાંદખેડા, અમદાવાદ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

વાંકાનેરઃ શાહ પ્રફુલચંદ્ર ખુશાલચંદ (ઉ.73) તે ચત્રભુજ કાળીદાસ શાહના પૌત્ર, વિનુભાઈ, ગણુભાઈ, શશીકાંતભાઈ, પ્રવિણભાઈના લઘુબંધુ, રાજુભાઈ, જગદીશભાઈ તથા રોહીતભાઈના મોટાભાઈનું તા.ર3 ના અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ભાટિયાઃ મુળગામ સતાપર (ભાટિયા) હાલ ગોંડલ રમેશચંદ્ર દેવસીભાઈ ભારદીયા (ઉ.69) તે હિતેશકુમાર, ભારતીબેન મેહુલકુમાર અઘેરાના પિતા, સ્વ.નરશીભાઈ, જયંતિભાઈ, નિર્મલાબેન નવીનભાઈ બકરાણીયા, શારદાબેન માવજીભાઈ છત્રાલીયા, સ્વ.રામકુંરબેન કલ્યાણજીભાઈ છત્રાલીયા, ગિરધરલાલના ભાઈ, સ્વ.િવરજીભાઈ જગજીવનભાઈ દુધૈયા (જામજોધપુર) ના જમાઈનું તા.23 ના અવસાન થયું છે. બેસણુ તા.26 ના રામેશ્વર મંદિર, દ્વારકાધીશ સોસાયટી, હર્ષદ રોડ, ભાટીયા. સસરા પક્ષનું બેસણુ સાથે છે.

રાજકોટઃ મૂળ વિંછીયા નિવાસી હાલ રાજકોટ શારદાબેન રાવલ (ઉ.87) તે સ્વ.બળવંતરાય એ. રાવલના પત્ની, ઈલાબેન જે. દવે, કૃષ્ણાબેન એમ. વ્યાસ, ગિરીશ બી. રાવલ, નૈલેશ બી. રાવલના માતાનું તા.23 ના અવસાન થયું છે. બેસણુ તા.26 ના 4 થી 5ઃ30 ધારેશ્વર મંદિર, ભક્તિનગર સર્કલ પાસે, રાજકોટ છે.

રાજકોટઃ મુળ ભાવનગર નિવાસી હાલ રાજકોટ કુંદનબેન ભટ્ટ (ઉ.73) (રાષ્ટ્રીયશાળા) તે હરેન્દ્ર હિંમતલાલ ભટ્ટ (જનસતા)ની પત્ની, નૌનિલ તથા પુનમ અમિતકુમાર જાનીના માતા, નિધિબેન તથા અમિતભાઈ જાનીના સાસુનું તા.ર3 ના અવસાન થયું છે.

ઇ-પેપરના નવા શુલ્ક