દેહદાન
જામનગર:
વડનગરા નાગર બ્રાહ્મણ ઉર્મિલાબેન ઈન્દ્રવદનભાઈ આચાર્ય (ઉ.91)(નિવૃત્ત શિક્ષિકા-આર્યસમાજ)
તે સિદ્ધિદાબેન વોરા, સ્મિતાબેન પંડયાના માતા, સુરેન્દ્રભાઈ વોરા તેમજ નૈનેષભાઈ પંડયાના
સાસુ, અર્પણ, શિવાંગ, ડો.ભાવિક, સેજલ હર્ષલ આચાર્ય, હેમંતી પ્રાર્થન શુક્લના નાનીનું
તા.17ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19ના સાંજે 6 થી 6-30, ભાઈઓ-બહેનો માટે વડનગરા
નાગર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામના મંદિર સામે, ભાનુશાળી વાડ, હવાઈ ચોક, જામનગર છે.
સદગતનું દેહદાન કરેલ છે.
ચક્ષુદાન
રાજકોટ:
વાલજીભાઈ ગણેશભાઈ વાઘેલીયાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 839 ચક્ષુદાન થયેલ છે. ચક્ષુદાન મનીષભાઈ
પ્રજાપતિના સહયોગથી થયેલ છે.
જેતપુર:
જેરામભાઇ કાનજીભાઇ વણપરિયા (ઉ.80) તે શૈલેષભાઇ (જયશ્રી ઇલેકટ્રોનિક), પ્રકાશભાઇ (આબુ
બ્રહ્માકુમારી) ના પિતા, હાર્દિકભાઇ (શ્રી સાઇ પ્રિન્ટ)ના દાદાનું તા.16ના અવસાન થયું
છે. બેસણું તા.18નાં સાંજે 4 થી 6 રોટરી હોલ, જૂનાગઢ રોડ, જેતપુર છે.
મીઠાપુર:
જીતેશભાઇ હીરાલાલ ગોકાણી તે વિનોદભાઇ, હિતુભાઇ, નવીનભાઇના નાના ભાઇ, હેમલભાઇના મોટા
ભાઇ, તુલસીભાઇ હિંડોચાના બનેવી, વિનીતના પિતાનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું તા.18નાં
સાંજે 5-30 થી 6 સુધી રામ મંદિરે છે.
જૂનાગઢ:
નીરૂપમા રમેશભાઈ રાવલ તે રમેશભાઈ પોપટલાલ રાવલના પત્ની, પુનિત તથા મીલનના માતા, રાજેન્દ્રભાઈના
કાકી, ભરતભાઈ શુક્લના બેનનું તા.17ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.19ના સાંજે 4
થી 6, સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ છે.
ઉના:
નાથળીયા ઉનેવાળ બ્રાહ્મણ મુળ ગામ સનખડા હાલ વાપી નિવાસી બીપીનભાઈ ઈચ્છાશંકર જોષી (ઉં.72)
તે સંતોકબેન ઈચ્છાશંકર જોષીના પુત્ર, હંસાબેનના પતિ, નિર્મલાબેન દયાશંકર ઓઝા (ટીંબી)ના
જમાઈ, સ્વ.ઈન્દુભાઈ, નવીનભાઈ, અનંતભાઈ, જગદીશભાઈ અને સ્વ.પ્રવિણભાઈના ભાઈ, ભક્તિબેન,
તુલસીબેન, પૂજાબેનના પિતાનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.19ના સાંજે 4 થી 6,
દામાણી હાઈસ્કૂલ, સનખડા છે.
સરધાર:
મચ્છુ કઠિયા સઈ સુથાર ભુપતભાઈ નાગજીભાઈ ગોહેલ (ઉં.91) તે દિપકભાઈ, શૈલેષભાઈ, ગીરીશભાઈ,
સંજયભાઈના પિતા, મયુરી, સૈરવ, હર્ષ, હેમાંગના દાદાનું તા.16ના અવસાન થયું છે. બેસણું
તા.18ના સાંજે 5 થી 6, સંજયભાઈના નિવાસ સ્થાને છે.
રાજકોટ:
પુષ્પાબેન બટુકભાઈ દેશાણી (ઉં.66) તે રાકેશભાઈના માતા, કાજલબેનના સાસુ, ખુશી, દક્ષના
દાદીનું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થના, ધુન કિર્તન, ભંડારો તા.21ને મંગળવારે સાંજે
6 કલાકે, માયાણીનગર, શેરી નં.5, મવડી પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે. મો.નં.95372
48429
દ્વારકા:
મીઠાપુર નિવાસી જીતેશભાઈ હીરાલાલ ગોકાણી તે વિનોદભાઈ, હિતુભાઈ, નવીનભાઈના નાનાભાઈ,
હેમલભાઈના મોટાભાઈ, તુલસીભાઈ હિંડોચાના બનેવી, વિનિતના પિતાનું તા.17ના અવસાન થયું
છે. ઉઠમણું તા.18ના સાંજે 5-30 થી 6, રામ મંદિર, મીઠાપુર છે.
જૂનાગઢ:
મધુસુદનભાઈ ગિરધરલાલ ઠાકર (ઉં.85) તે હેમલતાબેનના પતિ, રાજેશ ઠાકર, દર્શનાબેન મેહુલભાઈ
ઠાકરના પિતાનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.18ના સાંજે 5-30 થી 6-30, ભુતનાથ
મહાદેવ મંદિર, સત્સંગ હોલ, જુનાગઢ છે.