• મંગળવાર, 21 એપ્રિલ, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: જૈન સમાજના સ્વ. ભારતીબેન હર્ષદભાઇ મહેતા અવસાન પામતા તેમના પુત્ર, આદિત્યભાઇ મહેતાની સહમતીથી અને જૈન અગ્રણી એડવોકેટ વિરેશભાઇ ગૌડાની પ્રેરણાથી બે દૃષ્ટિહીન બાંધવના જીવનમાં રોશની ફેલાઇ તે શુભ હેતુથી તેમના માતા સ્વ. ભારતીબેનના ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ કલબ માર્ગદર્શન મુકેશભાઇ દોશી તથા ચક્ષુદાન અભિયાન સંયોજક અનુપમ દોશી અને ઉપેનભાઇ મોદી દ્વારા કરાવાયું હતું.

રાજકોટ: કાંતિલાલ નરભેરામ દોશી મેંગણી વાળા, હાલ રાજકોટ (ઉં.92) તે તરુબેનના પતિ, મનીષભાઇ, જયશ્રીબેન દિનેશભાઇ દોશી, જ્યોતિબેન જયેશભાઇ દેસાઇના પિતા, હેતલબેનના  સસરા, સહજ, હેમ, જાગૃતિ તથા માયરાના દાદા, સ્વ. જગજીવન હીરાચંદ ઝાટકીયાના જમાઇનું તા.18નાં અવસાન થયું છે. લૌકિક ક્રિયા બંધ છે. ર્સ્વસ્થનું ચક્ષુદાન, સ્કીનદાન કરેલ છે.

જૂનાગઢ: ગિરિનારાયણ બ્રાહ્મણ ઠાકર મધુસુદન ગિરધરલાલ (ઉ.8પ) તે હેમલતાબેનના પતિ, રાજેશભાઈ, દર્શનાબેનના પિતાનું તા.16 ના અવસાન થયુ છે. બેસણુ તા.18 ના સાંજે પ.30 થી 6.30 ભૂતનાથ સત્સંગ હોલ, ભૂતનાથ મંદિર, જૂનાગઢ છે.

રાજકોટ: દશા સોરઠિયા વણિક નયનાબેન (ઉં.પ7) તે પ્રફુલભાઈ જયંતિલાલ ભૂપતાણીના પત્ની, ગોપાલભાઈ, રાધીકા જયકુમાર આણંદપરાના માતા, નીલમબેન, જયભાઈ (કમલભાઈ) આણંદપરાના સાસુ, કેવિનના નાની, જશવંતીબેન દોશી, રંજનબેન ગગલાણી, ચાંદનીબેન ઝવેરી તથા રમેશભાઈ તથા સ્વ.રાજુભાઈ તથા હિતેશભાઈના ભાભી, મહેન્દ્રભાઈ મૂંજીયાસરા, દિનેશભાઈ, મધુબેન મલકાણ, નીતાબેન માધાણીના બહેનનું તા.17 ના અવસાન થયુ છે. બેસણુ તા.ર0 ના પ થી 6 સોમેશ્વર મહાદેવ, રવિરત્ન પાર્ક, યુનિવર્સિટી રોડ ખાતે છે.

રાજકોટ: દશા સોરઠિયા વણિક સ્વ.સરોજબેન (શારદાબેન) શ્રીમાંકર (ઉ.7ર) તે રસિકલાલ માણેકચંદ શ્રીમાંકરના પત્ની, કેયુર (મોન્ટુ), યશના માતા, સ્વ.રામજીભાઈ ઠાકરશીભાઈ લોટીયાના પુત્રી, સ્વ.મથુરાદાસ, મનસુખભાઈના બહેન, પુષ્પાબેન પ્રવીણચંદ્ર સાંગાણીના ભાભી, સંદીપ મહેન્દ્રભાઈ, આશિષભાઈ, જયભાઈ, નીપા કીર્તિ ધાબલિયા, મમતા રાજેશ ગગલાણી, ટ્વીંકલ મયૂર ધાબલિયા, શ્વેતા જતીન કુરાણીના કાકીનું તા.18 ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.ર0 નાં સાંજે પ થી 6 માલવીયા વાડી, ગોંડલ રોડ, જે.કે.હોન્ડા શો રૂમ સામે, રાજકોટ છે.

બગસરા: તુરાબભાઈ તાહેરઅલી ઠાઠીયા (ઉ.75) તે તસ્નીમબેન અબ્દુલ્લાભાઈ માંકડા (વંથલીવાળાના) પતિ, હુસેનભાઈ, અબ્દુલકાદીરભાઈ, તે ફાતેમાબેન અલીઅસગરભાઈ (ધારી)ના બાવાજી, મ.અનવરભાઈ, શબ્બીરભાઈ તાહેરઅલીના ભાઈ બગસરામાં તા.18 ના વફાત થયા છે. ઝિયારતના તથા ચેહલુમના સીપારા તા.ર0 ના સવારે 11 કલાકે વજીહી મસ્જીદ બગસરા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક