ચક્ષુદાન
- સ્કીન ડોનેશન
રાજકોટ:
નરેન્દ્રભાઈ જીવણલાલ ભીમાણીનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન તથા 45મું સ્કીન ડોનેશન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 799 ચક્ષુદાન
થયું છે. જાન્યુઆરી 26માં અગિયારમું ચક્ષુદાન થયું છે તથા 45મું સ્કીન ડેનેશન થયું
છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના
ચેરમેન ઉમેશ મહેતા 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.
જામનગર:
મધુબેન શેઠ (ઉ.વ.79) તે સ્વ.કિશોરભાઈ મોહનલાલ શેઠના પત્ની તથા હિમાંશુભાઈ અને લીનાબેન
ભાવેશભાઈ મેહતાના માતા, જિજ્ઞાસાબેન તથા ભાવેશભાઈના સાસુ તથા સાહસ અને ઝીલીના દાદી,
સેવંતીભાઈ, નરેન્દ્રભાઈ તથા પુષ્પાબેન (રાજકોટ)ના ભાભી, લીલાધર ઠાકરશી વારીયાના પુત્રીનું
તા.ર9ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.30ને શુક્રવારે સાંજે 4 વાગ્યે વારીયાના ડેલા ઉપાશ્રય,
ગાંધીના પુતળાની સામે, ચાંદીબજાર, જામનગર ખાતે છે.
રાજકોટ:
ઘનશ્યામભાઈ પરષોતમભાઈ રાયજાદા (ઉ.વ.75) તે સ્વ.પ્રવીણભાઈ, સ્વ.બિપીનભાઈના ભાઈ, ડો.પૂર્વી
વિમલ ઠક્કર, ડો.મીનલ કલ્પેશભાઈ ગોકલાણી અને વિરેન્દ્રના પિતા, સ્વ.નારણદાસ ભગવાનજી
શિંગાળા (જેતપુર)ના જમાઈ, અશોકભાઈ અને ભીખુભાઈના બનેવીનું તા.ર8ને બુધવારે અવસાન થયુ
છે. બેસણુ અને પિયર પક્ષની સાદડી તા.30ને શુક્રવારે સાંજે 4 થી પ શ્રી નિલકંઠ મહાદેવ
મંદિર, આફ્રિકા કોલોની, નવીનનગર હોલની સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે છે.
જેતપુર:
ભુપેન્દ્રકુમાર મગનલાલ શિંગાળા (ન્યુઝ પેપર એજન્ટ) તે નવિનભાઈ, રાજુભાઈના ભાઈ તથા કેતનભાઈ
(કેતન ન્યુઝ એજન્સીવાળા), જયેશભાઈ, સ્વ.હેમલભાઈના પિતાનું તા.ર8ના અવસાન થયુ છે. બેસણુ
તા.30ને શુક્રવારે સાંજે 4 થી પ દેશાઈ વાડી, શામનાથ મંદિરે, કોલેજ સામે, જેતપુર ખાતે
સાદડી સાથે છે.
જૂનાગઢ:
હર્ષદરાય કે. જોષી (નિવૃત્ત ડીવાય.એસ.પી.) (ઉં.વ.80) તે સ્વ.રસીકલાલ તેમજ સ્વ.અનસુયાબેન
પી. પંડયાના ભાઈ તેમજ સ્વ.નાનાલાલ હરીશંકર પંડયા (અમરેલી)ના જમાઈ તેમજ પારસબેન, સોનલબેન,
કાજલબેન, જાનકીબેન, પુજાબેનના પિતાનું તા.ર9ના અવસાન થયું છે. બેસણુ તા.30ને શુક્રવારે
ભુતનાથ સત્સંગ હોલ, કોલેજ રોડ, જૂનાગઢ ખાતે સાંજે 4 થી 6 છે.
રાજકોટ:
લક્ષ્મીકાંત કેશવલાલ વસાણી (ઉ.86) તે ઉદયભાઈ, ચેતનભાઈ તથા માલતીબેનના પિતા તેમજ હાર્દિકકુમાર
કોટકના સસરા, મિલન, સ્મિત, ભક્તિ અને જેનીના દાદાનું તા.ર9ને ગુરૂવારે અવસાન થયું છે.
પ્રાર્થનાસભા તા.30ને શુક્રવારે સાંજે 4 થી પ.30 દરજીની વાડી, ધર્મજીવન મેઈન રોડ, સ્વામિનારાયણ
ગુરૂકુળની સામે રાજકોટ ખાતે છે.
રાજકોટ:
હર્ષાબેન કોટક (ઉ.વ.7ર) તે ભરતભાઈ જયંતીલાલ કોટકનાં પત્ની, ધારાબેન ગૌરવભાઈ ઠક્કરના
માતા, કિશોરભાઈ અને ભુપતભાઈના ભાભી અને કિરીટભાઈ શીંગાળા, નરેન્દ્રભાઈ અને મુકેશભાઈ
શીંગાળાનાં બહેનનું તા.ર9ના અવસાન થયુ છે. ઉઠમણુ તા.30ને શુક્રવારે સાંજે પ વાગ્યે
સોમનાથ મહાદેવ મંદિર, ગૌરવ પાર્ક, એજી સોસાયટી પાછળ, પુષ્કરધામ મેઈન રોડ, કાલાવડ રોડ,
રાજકોટ ખાતે છે.
રાજકોટ:
તરૂણાબેન ભાલેન્દુભાઈ ધોળકિયા (ઉં.78) તે સ્વ.ભાલેન્દુભાઈ ગુણવંતરાય (બાબુજી) ધોળકિયાનાં
પત્ની, સ્વ.વિષ્ણુપ્રસાદ વૈષ્ણવનાં પુત્રી, મેહુલ, જતીનનાં માતુશ્રી, વૃષાંગી મેહુલ
તથા મેઘા જતીનનાં સાસુ, સ્વરિત, મેહેર, વૈનવી, આદિવનાં દાદી, બંકીમ ગુણવંતરાય ધોળકિયા,
સ્વ.સુરભીબેન જયકુમાર માંકડ તથા રક્ષાબેન ઉમેશભાઈ માંકડનાં ભાભીનું તા.29મીએ અવસાન
થયું છે. સ્મશાન યાત્રા તા.31ને શનિવારે સવારે 10 કલાકે, 101 શ્રેયસ એપાર્ટમેન્ટ, પૂજારા
ટેલિકોમની પાછળ, સરદારનગર મેઈન રોડથી નીકળશે. તમામ આનુસંગિક ક્રિયા રાખેલ નથી.
બગસરા:
સૌ.ત્રી.મેવાડા બ્રાહ્મણ ભૂપતભાઈ વાલજીભાઈ ત્રિવેદી (ઉં.86) તે ગીરીશભાઈ, યોગેશભાઈ,
પલ્લવીબેન નિકુંજભાઈ ઉપાધ્યાયના પિતાનું તા.29ના રોજ અવસાન થયું છે. બેસણું તા.30ને
શુક્રવારે સાંજે 4થી 6, ગાયત્રી મંદિર, બગસરા ખાતે રાખેલ છે.
રાજકોટ:
ચાતુર્વેદી મચ્છુકાંઠીયા મોઢ બ્રાહ્મણ ચંપાબેન (ચંદનબેન) અનંતરાય જોષી (ઉં.83) તે બ્રિજેનભાઈ
(પીન્ટુ), ક્ષમાબેન (દીકુ), નિરાલીબેન (નયના)નાં માતુશ્રી અને ડાયાભાઈ, સ્વ.બકાભાઈ,
હસુભાઈ, સૂર્યકાંતભાઈ, ગીરૂભાઈ, સુશીલાબેન અને સ્વ.ગીતાબેન જોષીનાં ભાભી તેમજ જેઠાભાઈ
જાની, હસુભાઈ જાનીનાં મોટા બહેનનું રાજકોટ ખાતે તા.28ના રોજ અવસાન થયું છે. ઉઠમણું
તા.31ને શનિવારે સાંજે 5થી 6, નાગર બ્રાહ્મણ બોર્ડિંગ, વિરાણી હાઇસ્કૂલ સામે, રામકૃષ્ણનગર,
રાજકોટ ખાતે રાખેલ છે.
મોરબી:
સ્વ.અનંતરાય ન્યાલચંદ મહેતા (કોયલીવાળા)નાં પત્ની સુશીલાબેન (ઉં.82) તે અતુલભાઈનાં
માતુશ્રી તથા મીનાક્ષીબેનનાં સાસુ તેમજ પરાગ અને પલનાં દાદીમાનું તા.29ના રોજ અવસાન
થયું છે. બેસણું તા.30ને શુક્રવારે સવારે 10 કલાકે તથા પ્રાર્થનાસભા સવારે 11 કલાકે
દશાશ્રીમાળી જ્ઞાતિની વાડી, જૂના બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે રાખેલ છે.