બાબરાના
પીઢ પત્રકાર
સ્વ.
ઉમંગરાય છાટબારનું કાલે બેસણું
બાબરા:
સ્વ. હરિદાસ મેઘજીભાઇ છાટબારના પુત્ર ઉમંગરાય (ઉ.90) (પીઢ પત્રકાર/ સ્વાતંત્ર્ય સેનાની) તે મહેશભાઇ તથા
ચિતરંજનભાઇ (પત્રકાર), સ્વ. રાજેન્દ્રભાઇ (એડવોકેટ)ના પિતાનું તા.28ના રોજ અવસાન થયું
છે. બેસણું: તા.30ને શુક્રવારે સાંજે 4 થી 6 બ્રહ્મક્ષત્રિય સમાજની વાડી, નદી કાંઠા
વિસ્તાર, બાબરા ખાતે રાખેલ છે.
ચક્ષુદાન
રાજકોટ:
રેનીશભાઇ જેન્તીલાલ કોરાટનું અવસાન થતા તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 798મું ચક્ષુદાન
થયું છે. જાન્યુઆરી 26માં દસ મું (10) ચક્ષુદાન થયું છે. સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન,
સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશ મેહતા:- મો.
94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.
વેરાવળ:
શિલ્પાબેન અઢિયા (ઉં.71) તે સ્વ.મનોજભાઈ વિઠ્ઠલદાસ અઢિયા હાલ સુરતના પત્ની, સ્વ.ધીરૂભાઈ,
સ્વ.નટુભાઈના નાનાભાઈના પત્ની, સ્વ.નીરજભાઈ, ભરતભાઈ, સરલાબેન જગદીશકુમાર કારિયાના ભાભી
તેમજ સ્વ.હિરેનભાઈ, કપિલભાઈના માતુશ્રી તથા જેતપુર નિવાસી ડો.મનુભાઈ વસાણીની પુત્રી,
ભરતભાઈ, વિજયભાઈ, નીતિનભાઈ વસાણી (પત્રકાર)ના બહેનનું તા.28ના સુરત મુકામે અવસાન થયું
છે. ઉઠમણું, પિયર પક્ષની સાદડી તા.31ને શનિવારે સાંજે 4થી 5, કાશી વિશ્વનાથ મહાદેવ
મંદિર, પોસ્ટ ઓફિસ રોડ, વેરાવળ ખાતે રાખેલ છે.
રાજકોટ:
બુસા હેમીબેન ભગવાનજીભાઇ (ઉ.80) તે સ્વ. રમેશભાઇ અને અશોકભાઇના માતુશ્રી તેમજ વરૂણ,
ક્રિશા, પ્રાન્સુના દાદીમાનું અવસાન થયું છે. બેસણું: તા.30ને શુક્રવારે સવારે 10 થી
12, તુલસી બાગ, રૈયા ટેલીફોન એકસચેન્જ રોડ, 150 ફૂટ રીંગ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ
: ઔદિચ્ય સહસ્ત્ર ચિભડિયા બ્રહ્મસમાજ રાજકોટના સ્વ. નીલેશભાઈ અનંતભાઈ દવેના પત્ની પ્રમોદીનીબેન
(ઉ.68) તે સ્વ. અનંતભાઈ દવેના પુત્રવધૂ, મૌલિકભાઈના માતા, તરુણભાઈના બહેનનું તા.26ના
રોજ અવસાન થયું છે. પરિવાર તેમજ પિયર પક્ષનું બેસણું: તા.29ના રોજ સાંજે 4થી 6, ધારેશ્વર
મંદિર, ભક્તિનગર સર્કલ પાસે રાજકોટ ખાતે રાખ્યું છે.
સાવરકુંડલા:
નટવરલાલ ભાણજીભાઇ ભરખડા (ઉ.69) તે હરગોવિંદભાઇ તથા સ્વ. જયંતીભાઇ ભરખડાના ભાઇનું તા.26ના
રોજ મુંબઇ મુકામે અવસાન થયું છે. બેસણું: તા.29ને ગુરૂવારે સાંજે 4 થી 6 વાજા જ્ઞાતિ
વાડી, ઉપરનો વિભાગ, પોસ્ટ ઓફિસ રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.
સાવરકુંડલા:
પરશોતમભાઇ મોહનભાઇ ધારૈયા (ઉ.85) તે સુનિલભાઇ, વિનોદભાઇ તથા કિરણભાઇ ધારૈયાના પિતાનું
તા.27ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.29ને ગુરૂવારે સાંજે 4 થી 6 અમારા નિવાસસ્થાને
શોરાવાડી સોસાયટી, જયશ્રી ટોકીઝ પાસે, સાવરકુંડલા ખાતે રાખેલ છે.
સાવરકુંડલા:
લાડુબેન કાથડભાઇ ગલચર (ઉ.85) તે કનુભાઇ તથા દિલીપભાઇ ગલચરના માતુશ્રીનું તા.27ના રોજ
અવસાન થયું છે. બેસણું: તા.29ને ગુરૂવારે સવારે 9 થી 12 અમારા નિવાસસ્થાન જેસર રોડ,
ગીતાંજલી સોસાયટી, પાણીના ટાંકા પાસે, સાવરકુંડલા ખાતે રાખેલ છે.
બગસરા:
મુકેશભાઈ જીવરાજભાઈ સુદાણી (ઉં.વ.43) તે સુમિતાબેન ચંદ્રેશકુમાર ગજેરા તેમજ મહેન્દ્રભાઈના
નાનાભાઈ, રૂપલબેનના પતિ, હસ્તી તેમજ પ્રીતના પિતાનું તા.ર6ને સોમવારે અવસાન થયું છે.
બેસણુ તા.ર9ને ગુરૂવારે સવારે 9 થી સાંજે 6 મામલતદાર ઓફિસ સામે તેમના નિવાસ સ્થાને
છે.
ખંભાળિયા:
વિનોદરાય કારીયા (ઉ.વ.8ર) તે સ્વ.ગીરધરલાલ કાલીદાસ કારીયાના પુત્ર, રીતેશભાઈ અને મિતેશભાઈના
પિતા, વસંતભાઈ, જીતેન્દ્રભાઈ, ભરતભાઈના ભાઈ તેમજ સ્વ.કલ્યાણજીભાઈ કાનાણીના જમાઈ તેમજ
જીવરાજ બોદાણી બજરિયા, તુલસીભાઈ, શૈલેષભાઈ તેમજ રાજુભાઈ કાનાણીના બનેવીનું તા.ર7ને
મંગળવારે અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.ર9ને ગુરૂવારે સાંજે 4 થી પ કેશવ સ્પોર્ટ્સ
ક્લબ, ઓશવાળ સેન્ટર, જામનગર ખાતે સ્વસુર પક્ષની સાદડી સાથે છે.
જામનગર:
મીઠુભાઈ મજીઠીયા તે સ્વ.લક્ષ્મીબેન અને કુંવરજીભાઈ મજીઠીયાના પુત્ર, સ્વ.કમળાબેનના
પતિ, સ્વ.ઉમરશી સોમૈયાના જમાઈ, મહેશ, બિપીન, સ્વ.રાજેશના પિતા, નિશાબેન, વર્ષાબેનના
સસરા, ઉર્વી, ખ્યાતિ, કોમલ, જાનવી અને હર્ષિતના દાદાનું તા.ર8ના અવસાન થયું છે. બેસણુ
તા.ર9ને ગુરૂવારે સાંજે પ થી પ.30 પાબારી હોલ, તળાવની પાળ, જામનગર ખાતે છે.
જૂનાગઢ:
રજનીભાઈ બેનાણી (ઉ.80) તે સૌભાગ્યચંદ વિઠ્ઠલજી બેનાણી (રમકડાવાળા)ના પુત્ર, સ્વ.નયન
અને સપના સંજયભાઈ મડિયાના પિતા તથા અશોકભાઈ, જયેશભાઈ અને કમલેશભાઈના મોટાભાઈ, પલકના
દાદા તેમજ પ્રિતિબેન નયનભાઈ બેનાણી અને સંજય ચંદુલાલ મડિયાના સસરાનું અવસાન થયું છે.
ઉઠમણુ તા.ર9ના સવારે 10.30 વાગ્યે પ્રાર્થનાસભા 11 વાગ્યે જગમાલ ચોક, જૈન ભુવન, જૂનાગઢ
ખાતે છે.
વાંકાનેર:
નિર્મળાબેન વોરા (ઉ.વ.80) તે સ્વ.નિરંજનભાઈ ધરમશી વોરાના પત્ની, જામનગર નિવાસી સ્વ.રતિલાલ
રવિચંદ ગાંધીના પુત્રી, કાજલબેન ચિરાગભાઈ શેઠના માતા, દ્વિજના નાની, નવીનભાઈ, સ્વ.મધુભાઈ,
પુષ્પાબેન, લતાબેનના ભાભીનું તા.ર6ના અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે.
રાજકોટ:
ત્રિકમભાઈ મોહનભાઈ કવા (ઉં.વ.65) તે મનસુખભાઈ, મહેશભાઈ, સુધીરભાઈ તથા રાજુભાઈના મોટાભાઈનું
તા.ર8ને બુધવારે અવસાન થયું છે. બેસણુ તા.ર9ને ગુરૂવારે સાંજે 4 થી 6 સહકારેશ્વર મહાદેવ
મંદિર, 8-સહકાર સોસાયટીના છેડે, સહકાર મેઈન રોડ પાસે, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
શારદાબેન ડેલાવાળા (ઉ.9ર) તે સ્વ.ગોપાલદાસ ડેલાવાળાના પત્ની તે પરેશભાઈ અને મુકેશભાઈના
માતૃશ્રી તે હસમુખભાઈ, લલિતભાઈ અને કિશોરભાઈના ભાભીનું તા.ર7ના રોજ અવસાન થયુ છે. બેસણુ:
તા.ર9ને ગુરૂવારે સાંજે પ થી 6.30 નાગર બોર્ડિંગ, ટાગોર રોડ, વિરાણી હાઈસ્કુલની સામે,
રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ:
ગઢકા નિવાસી (હાલ રાજકોટ) રજનીભાઈ હરસુખભાઈ પંડયા (ઉ.પર) તે કુસુમબેન પંડયાના પુત્ર
તેમજ મિલનબેન વિનોદકુમાર વ્યાસ, હર્ષાબેન પંડયા, ભાવેશભાઈ અને રાજુભાઈના ભાઈનું તા.ર6ના
અવસાન થયું છે. બેસણુ તા.ર9ને ગુરૂવારે તેમના નિવાસ સ્થાન બ્લોક નં.4પ, ક્વાર્ટર નં.169,
જુના ત્રણ માળિયા ક્વાર્ટર, ભગતસિંહના ગાર્ડન પાછળ, યુનિ. રોડ, રાજકોટ ખાતે સાંજે
4 થી 6 તેમજ ગઢકા ખાતે તા.30ને શુક્રવારે સાંજે 4 થી 6 રાખેલ છે.
રાજકોટ:
હિરાબેન ભટ્ટ (ઉ.વ.86) તે ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. રતિલાલ માધવજી ભટ્ટના પુત્રી,
સ્વ.
જયવંતભાઈ, સ્વ. સુર્યકાંતભાઈ, સ્વ. મનહરભાઈ અને મુકુંદભાઈના બેન તથા ઉપેન્દ્રભાઈ, હિતેષભાઈ,
હરેશભાઈ અને જયભાઈના ફૈબાનું તા.ર8ના અવસાન થયું છે. બેસણુ તા.ર9ને ગુરૂવારે સાંજે
4 થી 6 તેમના નિવાસ સ્થાન વૃંદાવન સોસાયટી, બ્લોક નં.117, ‘િશવધારા’, શેરી નં.ર, ન્યારી
ફિલ્ટર પ્લાન્ટ સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે છે.
રાજકોટ:
ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રમેશભાઈ કાંતીલાલ જોષી (ઉ.વ.69) તે ઉમેશભાઈ, અરૂણભાઈ, રાજેશભાઈ,
હરેશભાઈ, સરોજબેન મહેશભાઈ રાવલના ભાઈ તથા અનિલભાઈ, દિપેશભાઈના પિતા, હિરેનભાઈ, જલ્પાબેન
મોન્ટુકુમારના ભાઈજી, દેવર્શ, રક્ષીત, યુવરાજના દાદા તથા સ્વ.રતીલાલ પરસોતમભાઈ ઠાકરના
જમાઈનું તા.ર7ને મંગળવારે અવસાન થયું છે. તા.ર9ને ગુરૂવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ
સ્થાન, ‘માતૃ આશિષ’, વાંકાનેર સોસાયટી, શેરી નં.ર, જામનગર રોડ, રાજકોટ ખાતે છે.
વીરપુર:
અમૃતલાલ (ઉ.88) તે મોહનલાલ દેવજી રાજપરાના પુત્ર, સોની અરવિંદભાઇ, અલ્પેશભાઇ, આશિષભાઇ
તથા હિનાબેનના પિતાનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.29ને ગુરૂવારે તેમના નિવાસ્થાન
ખરાવાડ પ્લોટ, વીરપુર ખાતે છે.
રાજકોટ:
ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ સ્વ. રતિલાલ માધવજી ભટ્ટના પુત્રી હિરાબેન રતિલાલ ભટ્ટ
(ઉ.86) તે સ્વ. જયવંતભાઇ, સ્વ. સૂર્યકાતભાઇ, સ્વ. મનહરભાઇ અને મુકુંદભાઇ ભટ્ટના બહેન
તથા ઉપેન્દ્રભાઇ, હિતેષભાઇ, હરેશભાઇ અને જયભાઇના ફઇબાનુ તા.28ના અવસાન થયું છે. બેસણું:
તા.29ને ગુરૂવારે સાંજે 4 થી 6 તેમના નિવાસસ્થાને વૃંદાવન સોસાયટી બ્લોક નં.117, “િશવધારા’’
શેરી નં.2, ન્યારી ફિલ્ટર પ્લાન્ટ સામે, કાલાવડ રોડ રાજકોટ ખાતે છે.
રાજકોટ:
ચા.મ. મોઢ બ્રાહ્મણ કંચનબેન જાની (ઉ.79) તે સ્વ. ગુણવંતરાય જયંતિલાલ જાની (મુળ નેસડા
(સુ)ના પત્ની, સ્વ. દિપકભાઇ, દિલીપભાઇ, સ્વ.
જયોત્સનાબેન, ચંદ્રીકાબેન, દક્ષાબેન, સ્વ. ચંપાબેનના માતા તથા સ્વ. કામેશ્વર અંબાલાલ
પંડયા (મોરબી)ના દીકરીનું તા.27ના અવસાન થયું છે. ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું: તા.29ને ગુરૂવારે ચા.મ. મોઢ બ્રાહ્મણ બોર્ડિગ, મીલપરા
રાજકોટ ખાતે સાંજે 4 થી 5 છે.
પોરબંદર:
પાલખડા નિવાસી રાજબાઇબહેન નારણભાઇ મહેતા (તેરૈયા) (ઉ.86) તે પ્રવિણભાઇ નારાણભાઇ મહેતાના
માતુશ્રી તથા રણછોડભાઇ અને મોહનભાઇ મહેતાના ભાભી તેમજ રામજીભાઇ જોષી તથા નરશીભાઇ જોષીના
ફઇનું તા.28ના અવસાન થયું છે.
પોરબંદર:
સુરેશભાઇ લુખ્ખા (ઉ.61) તે સ્વ. મોહનલાલ ભગવાનજી લુખ્ખાના પુત્ર તથા અંજનાબેનના પતિ,
સ્વાતિબેન અને રિતેશભાઇના પિતા, દીપકભાઇ, ઇલાબેન, જાગૃતિબેન અને હીનાબેનના ભાઇ તથા
સ્વ. જમનદાસ જેઠાલાલ નથવાણીના જમાઇનું તા.27ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.29ને
ગુરૂવારે 4 થી 4-30 છાયાની લોહાણા મહાજનવાડી ખાતે ભાઇ-બહેનોની સંયુકત છે. સસરા પક્ષની
સાદડી પણ સાથે છે.