• બુધવાર, 04 ફેબ્રુઆરી, 2026

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: રમણીકલાલ હરિલાલ નડિયાપરાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 797 ચક્ષુદાન થયું છે. જાન્યુઆરી 26માં નવમું (9) ચક્ષુદાન થયું છે. સમગ્ર ગુજરાતમં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાનની વધુ માહિતી માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતા 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.

રાજકોટ: અમૃતલાલ હરજીવનદાસ ખખ્ખર મૂળ (કોડીનાર વાળા) હાલ રાજકોટ નિવાસી તે  જયેન્દ્રકુમાર, કૌશિકકુમાર, શૈલેષકુમાર, સુરભીબેન તેમજ દેવશ્રીબેનના પિતાનું તા.27ના રોજ અવસાન થયું છે. બેસણું ટેલિફોનિક તા.29ને ગુરૂવારે સાંજે 4 થી 6 રાખેલ છે. મો.92282 91115.

મીતડી (માણાવદર): શાંતાબેન નરશીભાઇ જસાણી (ઉ.93) તે ધીરજલાલ જસાણી, સ્વ. રસિકભાઇ, સ્વ. નવીનભાઇના માતુશ્રીનું તા.27ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.29ને સવારે 8 થી સાંજના 5 સુધી પટેલ સમાજ, મુ. મીતડી (તા. માણાવદર) ખાતે રાખેલ છે.

અમરેલી : શાત્રી સ્વ. ગોપાલભાઇ ગૌરીશંકરભાઇ મહેતા (ઇંગોરાળા વાળા)ના પત્ની હીરાબેન (ઉ.88) તે રમેશભાઇ (બાબરા નિવૃત્ત મામલતદાર ઓફિસ), મહેશભાઇ (નિવૃત્ત ના.પુ.નિ. અમરેલી), પ્રવિણભાઇ, વિનોદભાઇ, જનકભાઇ, ઉષાબેન  (ઉપલેટા), જયશ્રીબેન (ભાવનગર)ના માતુશ્રીનું તા.26ના રોજ અવસાન થયું છે. બેસણું: તા.29ને ગુરૂવારના રોજ બપોરે 3 થી 6 લીલીયા રોડ, શ્યામનગર, ઓમકારેશ્વર મહાદેવ મંદિર ખાતે રાખેલ છે.

જૂનાગઢ: આલીધ્રા (તા. મેંદરડા) નિવાસી ખીમજીભાઇ સાવલીયાના પત્ની શાંતાબેન (ઉ.90) તે કિશોરભાઇ, નટુભાઇ, મુકતાબેન અને વજીબેનના માતુશ્રી તેમજ કરશનભાઇ (જૂનાગઢ)ના કાકીનું તા.27ના અવસાન

થયું છે.

રાજકોટ: સ્વ. સોની ડાયાલાલ વિઠલજીભાઇ આડેસરાના પુત્ર રમેશચંદ્ર આડેસરા (લજાઇવાળા) (ઉ.73) તે સ્વ. અશોકભાઇ, કિશોરભાઇ, વસંતભાઇ, અશ્વિનભાઇ, હિરાબેન બીપીનકુમારના ભાઇ તેમજ આનંદભાઇ, મીનાબેન બીપીનકુમાર તથા ભક્તિબેન અશ્વિનકુમારના પિતા તેમજ ક્રિષ્ના તથા યશના દાદાનું તા.26ના રોજ અવસાન થયું છે. બંને પક્ષનું બેસણું : તા.29ને ગુરૂવારે સવારે 10-30 થી 12 વાઘેશ્વરી વાડી, યુનિટ નં.3, રામનાથપરા, રાજકોટ ખાતે રાખેલ છે.

ઇ-પેપરના નવા શુલ્ક