પરિવર્તન કોઈ પણ ક્ષેત્રે થતું રહે, થાય જ. સમાજના વિવિધ પાસાં બદલાતા રહે. આપણને ગમે કે નહીં પરંતુ તે સ્વીકારવું જ પડે પરંતુ બદલાવ અને બગાડમાં ફેર. પરિવર્તન તો થાય, તેની દિશા અને ગતિ પતન તરફ ન હોવા જોઈએ. દેશ-દુનિયામાં બધું જ ખરાબ છે અને બગડી જ ગયું છે તેવું નથી પરંતુ કેટલીક ઘટનાઓ આપણને વિચારતા તો કરી જ મૂકે. આવેશ, ઉશ્કેરાટ, ઝઘડો માણસના સ્વભાવ છે. તેને વશ થઈને કે કપટથી કોઈની ક્રૂર હત્યા કોઈ સ્વજન જ કરી નાંખે ત્યારે હૈયું ધ્રુજે તો ખરું અને સોશિયલ મીડિયાના આ યુગમાં જ્યારે આવી ઘટનાને કોઈ અનુમોદન આપતી પોસ્ટ મૂકે ત્યારે તો સમાજના સ્તર માટે પ્રશ્નાર્થ થઈ જાય.
પુણેનો
કેતન અગ્રવાલ હત્યા કેસ જગજાહેર છે. સિયા નામની યુવતીએ પ્રેમીની સાથે મળીને ભાવિ પતિની
હત્યા કરીને પોતાનું જ નહીં, સિયાનું નામ પણ બદનામ કર્યું. ક્યાં આપણું એ પતિવ્રતા
પાવન પાત્ર સીતા અને ક્યાં આ સિયા આ બનાવ જ આપણને સામાજિક પતનનો પડઘો સંભળાવે છે. સિયાને
કેતનની સાથે નહોતું પરણવું તો તે તેનો અધિકાર હતો પરંતુ તેમાં તે યુવાનની જિંદગી ખતમ
કરી નાંખવાનું પગલું કેટલું ખતરનાક કહેવાય? સામાન્ય રીતે છોકરા, પુરુષો આવી હત્યા માટે
બદનામ હોય છે પરંતુ અહીં છળ છોકરીએ કર્યું.
આ બનાવની
ચર્ચા તો સર્વત્ર છે પરંતુ મધ્યપ્રદેશથી થયેલી સોશિયલ મીડિયા પોસ્ટે સળગતાંમાં ઘી હોમ્યું
છે. ભોપાલ સ્થિત એક ડોક્ટર મુસ્કાન સોનીએ લખ્યું કે પુણેમાં જે હત્યા થઈ તે યોગ્ય છે.એવા
અહેવાલ છે કે ઈન્સ્ટાગ્રામ ઉપર એક સ્ટોરી હતી જેમાં તેમણે આઈ હેટ મેન- ‘હું પુરુષોને
નફરત કરું છું’ તેવું લખ્યું. તેમણે આરોપીનો બચાવ કર્યો હોય તેવું લાગી રહ્યું છે.
જો કે સોશિયલ મીડિયા ઉપર આ પોસ્ટની આકરી ટીકા થઈ, ડો. મુસ્કાને માફી પણ માગી પરંતુ
તેમની માનસિકતા અંગે લોકોએ તો એક ગ્રંથિ બાંધી જ લીધી. આ હત્યાકેસ વિવિધ સોશિયલ સાઇટ
પર ગંભીર રીતે અને હળવી રીતે ચર્ચાઇ રહ્યો છે. મિમ્સ બની રહ્યા છે, રીલ વાયરલ છે. આની
ચર્ચા ગંભીર રીતે થવી જોઇએ અને નિરાકરણ માટેની શક્યતાઓ ચકાસાવી જોઇએ. તેને બદલે ડોકટર
સ્તરના જવાબદાર વ્યક્તિ અહીં આવી કોમેન્ટ કરી રહ્યા છે.
ઓલ
ઈન્ડિયા ડેન્ટલ સ્ટુડન્ટ એન્ડ સર્જન એસોસિએશને ડોક્ટરનું સભ્યપદ રદ કર્યું. અત્યારે
તેઓ સતનામાં છે. 29 જૂને તેમને શિસ્તભંગને લીધે સસ્પેન્ડ કરાયાં છે, પગલાં કે તેમની
કારકિર્દી વગેરે અહીં મહત્વના નથી.
કોઈની
આમ હત્યા થાય અને તેને અનુમોદન અપાય તે બાબત ગંભીર છે. પુરુષને નફરત કરું છું એવું
એક ડોક્ટર કક્ષાની વ્યક્તિ જાહેરમાં કહે તે સમાજની વર્તમાન સ્થિતિનો ભલે નાનો પરંતુ
ચિંતાજનક અંશ છે. આવી ઘટનાઓ અને તેના આવા પ્રતિભાવો શિક્ષણ, સમાજ ચિંતકો સહિતના ક્ષેત્ર
માટે જાગૃતિની ઘંટડી છે.