• શનિવાર, 04 મે, 2024

વારસા વેરો: પિત્રોડાએ કોંગ્રેસના ‘હાથ’ દઝાડયા

-કોંગ્રેસ નેતાની અમેરિકી કાયદાને ટાંકી સંપત્તિ પુનર્વિતરણ કાયદાની તરફેણ : મૃત્યુ બાદ સંપત્તિનો મોટો હિસ્સો સરકાર હસ્તક : કોંગ્રેસની લૂંટ જિંદગી કે સાથ ભી અને જિંદગી કે બાદ ભી.. વડાપ્રધાન મોદીના પ્રહાર

 

આનંદ વ્યાસ

નવી દિલ્હી તા.ર4 : કોંગ્રેસના અમેરિકા સ્થિત વરિષ્ઠ નેતા સેમ પિત્રોડાએ અમેરિકામાં લાગૂ વારસા ટેકસ (ઈનહેરિટેન્સ ટેકસ)ને ટાંકી  તે અંગે ચર્ચાની વાત કરતાં કોંગ્રેસ બરાબરની ઘેરાઈ છે. ભાજપને ચૂંટણીમાં વધુ એક મુદો હાથ લાગ્યો છે. પિત્રોડાએ એક નિવેદનમાં કહયુ હતુ કે અમેરિકામાં વારસા ટેકસ લાગે છે. કોઈ શખસનું મૃત્યુ થયા બાદ તેની સંપત્તિના 4પ ટકા ભાગ તેના પરિવારજનો-સગાઓને આપવામાં આવે છે અને પપ ટકા હિસ્સો સરકાર લઈ લે છે. ભારતમાં જો કોઈ પાસે 10 અબજની સંપત્તિ છે અને તેનું મૃત્યુ થાય તો પૂરી સંપત્તિ તેના બાળકોને મળે છે જેનો ફાયદો દેશને મળતો નથી. તેમણે આ ટેકસને રોચક ગણાવ્યો અને કહ્યંy કે આ એવા મુદા છે જેના પર ચર્ચા કરવી પડશે. જયારે આપણે નાણાંના પુનર્વિતરણની વાત કરી રહ્યા છીએ, આપણે નવી નીતિઓ અને નવા કાર્યક્રમો અંગે વાત કરી રહ્યા છીએ જે લોકોના હિતમાં હોય ન માત્ર અતિ ધનિકોના હિતમાં.

ઓવરસીઝ કોંગ્રેસના ચેરમેન પિત્રોડાના આ મુદ્દાને ભાજપાએ જોરશોરથી ઉઠાવી કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. બુધવારે છત્તીસગઢના સરગુજામાં વડાપ્રધાન મોદીએ પિત્રોડાની વાતને ટાંકીને કહ્યંy કે કોંગ્રેસના ખતરનાક ઈરાદા ફરી એકવાર સામે આવ્યા છે. શાહી પરિવારના શહજાદાના સલાહકારે કેટલાક સમય પહેલા કહ્યંy હતું કે મિડલ કલાસ પર વધુ ટેકસ લાગવો જોઈએ અને હવે તેઓ તેથી પણ એક પગલું આગળ વધી ગયા છે. કોંગ્રેસ હવે વારસા ટેકસ લગાવશે એટલે કે માતા-પિતાથી મળનારી સંપત્તિ પર પણ ટેકસ લગાવવામાં આવશે. તમે જે તમારી મહેનતથી સંપત્તિ અર્જિત કરો છો, તે તમારા બાળકોને નહીં મળે, પરંતુ કોંગ્રેસ સરકારનો પંજો તેને પણ તમારાથી છીનવી લેશે. ગૃહમંત્રી અમિત શાહે પ્રહાર કર્યા કે કોંગ્રેસની અસલી માનસિકતા સામે આવી છે.

વડાપ્રધાન મોદીએ વધુમાં  પ્રહાર કર્યા કે કોંગ્રેસનો એક મંત્ર છે -કોંગ્રેસની લૂંટ જિંદગી કે સાથ ભી અને જિંદગી કે બાદ ભી..જયાં સુધી તમે જીવીત રહેશો કોંગ્રેસ તમને ટેકસથી મારશે અને જયારે તમે જીવીત નહીં રહો, તો તમારા પર ઈનહેરિટેન્સ ટેકસનો બોજો લાદશે. જે લોકોએ પૂરી કોંગ્રેસ પાર્ટી પૈતૃક સંપત્તિ માનીને પોતાના બાળકોને આપી દીધી, તે લોકો નથી ઈચ્છતાં કે એક સામાન્ય ભારતીય પોતાના બાળકોને પોતાની સંપત્તિ આપે.

ઇ-પેપરના નવા શુલ્ક