• શનિવાર, 18 મે, 2024

સુરતમાં વરાછાના જ્વેલર્સ સાથે રૂ.49 લાખની ઠગાઈ

સુરત, તા. 3 : વરાછા વિસ્તારમાં આવેલા બી.ડી.જ્વેલર્સમાંથી કેરલાના બ્રાઝા ગોલ્ડ એન્ડ ડાયમંડના મેનજિંગ ડિરેક્ટર હનીફ પનિકાવિટીલે જ્વેલરીનો માલ મંગાવી રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી કરી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. 

ઉતરાણ મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને હીરા ઝવેરાતનો વેપાર કરતા કેશવભાઈ ઉર્ફે કિશોરભાઈ કરમશીભાઈ કોઠિયાએ કેરલાના બ્રાઝા ગોલ્ડ એન્ડ ડાયમંડના મેનેજિંગ ડિરેક્ટર હનીફ અબ્દુલ્લા પનિકાબીટીલ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપી હનીફ પનિકાવીટીલે પોતે બ્રાઝા ગોલ્ડ એન્ડ ડાયમંડ નામથી મોટા પાયે ધંધો કર્યો છે અને બીજો શોરૂમ બનાવવાનું જામકાજ ચાલતું હોવાથી જ્વેલરીને પ્રોડક્ટ વેચાણ કરવાની છે, તમે અમને ઉધારીમાં માલ આપશો તો વેપારી ધારા ધોરણ મુજબ પેમેન્ટ કરાવી આપીશું તેમ કહી વેપાર કરવાનું જણાવ્યું હતું. જેથી કેશવભાઈએ ભરોસો કરી હનીફ અબ્દુલ્લાને રૂપિયા 55,82,272નો જ્વેલરીનો માલ મોકલ્યો હતો. વાયદા પ્રમાણે કેશવભાઈએ માલના પેમેન્ટની ઉધરાણી કરતા હનીફ અબ્દુલ્લાએ રૂપિયા 6 લાખ જેટલી રકમ ચૂકવી રૂપિયા 49,82,272થી વધુની રકમ ચૂકવવામાં ગલ્લા તલ્લા કર્યા હતા એટલું જ નહીં જાનથી મારી નાખવાની ધમકી આપી શોરૂમ બંધ કરી ફોન ઉપાડવાનું બંધ કરી છેતરપિંડી કરી હતી. જેથી કેશવભાઈએ હનીફ અબ્દુલ્લા સામે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક