• શનિવાર, 18 મે, 2024

ઓડદર ગામના યુવાન સાથે રૂ.16 લાખની ઠગાઈ કરનાર વડોદરાનો સૂત્રધાર ઝડપાયો અગાઉ બે સાગરીતો પકડાયા’તા : એક સાગરીત ફરાર

પોરબંદર, તા.3 : ઓડદર ગામે વાડી વિસ્તારમાં રહેતા રણવીર ભોજાભાઈ ઓડેદરા નામનો યુવાન કમલાબાગ પાસે ગુજરાત એજ્યુકેશન બોર્ડનું ટયુશન કલાસીસ ચલાવે છે. ર0ર1ની સાલમાં પાલનપુર ગયો હતો ત્યારે પાલનપુરના પ્રકાશ ચૌહાણે વડોદરાના આગમ પરમાર નામનો શખસ વિદેશમાં જવા માટેના વિઝાનું કામ કરતો હોવાનું જણાવી પોરબંદરની કુબેર હોટલમાં મળવાનું કહ્યંy હતું.

આથી રણવીર ઓડેદરા પોરબંદર આગમ નગીન પરમાર તેમજ જયદીપ અશોક મોજેદરા, રક્ષિત પટેલ અને ફેઝખાનને મળ્યો હતો અને આગમ અને જયદીપે વડોદરામાં અલ્કાપુરી ખાતે વર્લ્ડ ટૂરની ઓફિસ હોવાનું જણાવ્યું હતું અને વિદેશ જવા માગતા લોકોને કમિશન લઈને મોકલતા હોવાનું જણાવ્યું હતું. આથી રણવીરે તેના કાકાના દીકરા દિલીપ નાગા ઓડેદરાને રોમાનિયા, નેભા રાણા ઓડેદરાને જર્મની, ફઈની પુત્રી રેખા રાજસી ખિસ્તરિયાને યુ.કે. અને રમેશ કુછડિયાને કેનેડા જવાનું હોવાથી રૂ.1પ.97 લાખની રકમ આપી હતી.

બાદમાં દિલીપને રોમાનિયા જવા માટે રક્ષિત પટેલ મુંબઈ સુધી લઈ ગયો હતો અને થાઈલેન્ડ થઈ રોમાનિયા જવું પડશે. તેમ કરી દિલીપને થાઈલેન્ડ એરપોર્ટ પર ઉતાર્યો હતો અને દિલીપને થાઈલેન્ડ પોલીસે પકડયો હતો અને તેની પાસે રોમાનિયાની ટિકિટ કે વિઝા ન હોય રૂ. ર0 હજારનો દંડ ભરવો પડયો હતો અને બાદમાં પોરબંદર આવતો રહ્યો હતો અને ઠગાઈ કરવામાં આવી હોવાનું ખુલતા રણવીર ઓડેદરાએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રક્ષિત પટેલ અને ફેઝખાનને ઝડપી લીધા હતા. દરમિયાન સૂત્રધાર બરોડાના આગમ નગીન પરમારને ઝડપી લીધો હતો અને જયદીપ ફરાર થઈ જતા શોધખોળ શરૂ

કરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક