• શનિવાર, 18 મે, 2024

રોહિત વેમુલા દલિત નહોતો !

જાતિ ઉજાગર થઈ જવાની દહેશતે આપઘાત કરેલો: દેશવ્યાપી દેખાવોનું કારણ બનેલા કેસમાં પોલીસે દાખલ કરેલા લોઝર રિપોર્ટમાં ઘટસ્ફોટ: નકલી પ્રમાણપત્ર બનાવ્યું હતું

નવી દિલ્હી, તા.3 : વર્ષ 2016માં જેની આત્મહત્યાનાં કારણે દેશભરની યુનિવર્સિટીઓમાં વિરોધ પ્રદર્શનો થયા હતાં એ છાત્ર રોહિત વેમુલાનાં મૃત્યુનાં કેસમાં હૈદરાબાદ પોલીસે તપાસ પૂરી કરી લીધી છે અને તેલંગણ હાઈકોર્ટમાં ક્લોઝર રિપોર્ટ પણ જમા કરાવી દીધો છે. આમાં એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. કેસની તપાસ પૂરી કરતાં પોલીસે દાવો કર્યો છે કે, રોહિત વેમુલાને જાણ હતી કે પોતે દલિત નથી અને જાતિની ઓળખ ઉજાગર થઈ જવાનાં ડરથી જ તેણે આત્મહત્યા કરી લીધી હતી.

પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા ક્લોઝર રિપોર્ટમાં સિકંદરાબાદનાં સાંસદ બંડારુ દત્તાત્રેય, વિધાન પરિષદનાં સદસ્ય એન.રામચંદર રાવ, કુલપતિ અપ્પા રાવ, એબીવીપીનાં નેતાઓ અને મહિલા-બાળકલ્યાણ મંત્રી સ્મૃતિ ઈરાની સહિતની રાજકીય હસ્તીઓને ક્લીનચીટ આપી દેવામાં આવી છે.

પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, રોહિતે પોતાની જાતિ જાહેર થઈ જવાનાં ડરથી જ આપઘાત કર્યો હતો. તેણે પોતાને અનુસૂચિત જાતિ સંબંધિત ગણાવ્યો નહોતો.

રોહિત જાણતો હતો કે, તેની માતાએ તેને એસસીનું પ્રમાણપત્ર અપાવ્યું હતું. તેને હંમેશાંથી એક ડર હતો કે જો તેની જાતિ જાહેર થઈ જાય તો તેણે મેળવેલી શૈક્ષણિક ડિગ્રીઓ ગુમાવવાનો વારો આવી શકે છે. આ સાથે જ તેને છેતરપિંડી સહિતની કાનૂની કાર્યવાહીનો સામનો પણ કરવો પડી શકે છે. આવા કારણો તેને આપઘાત કરવા માટે પ્રેરી શકે તેમ હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક