એક જ પરિવારના 4 સહિત 5નાં મૃત્યુ
બાઈકને અડફેટે લીધા બાદ એસ.ટી.બસ ખાળિયામાં ઉતરી જતા એસ.ટી. ચાલકનું પણ ઘટના સ્થળે મૃત્યુ
માતા-િપતા અને બે સંતાન સહિત એક જ પરિવાર ચારે’ય સભ્યો કાળનો કોળિયો બન્યા, પાંચ 108 એમ્બ્યુલન્સ
ઘટનાસ્થળે દોડી
અમરેલી, તા.20ઃ અમરેલી-સાવરકુંડલા સ્ટેટ હાઈવે ફરી એક વખત રક્ત રંજીત બન્યો છે. જેમાં આજે સવારે 10 વાગ્યા આસપાસ ગમખ્વાર ત્રિપલ અકસ્માતની હૃદયદ્રાવક ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. શેત્રુંજી નદીના પુલ પાસે મંદિર નજીક એસ.ટી. બસ, બાઈક અને બોલેરો વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં એક જ પરિવારના માતા- પિતા અને બે નાનાં સંતાનો સહિત કુલ પાંચ વ્યક્તિઓનાં મૃત્યુ નિપજ્યાં છે. અકસ્માતને પગલે એસ.ટી.બસ પણ રોડ પરથી ખાળિયામાં ઉતરી ગઈ હતી. અને બસના ચાલકનું પણ ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર સાવરકુંડલાથી અમરેલી તરફ આવી રહેલી એસ.ટી.બસ શેત્રુંજી નદીના પુલ નજીક પસાર થતી હતી. ત્યારે એક ચાર સવારી બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન એક બોલેરો વાહન પણ અકસ્માતમાં સંડોવાયું હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર પરિવારના સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા ગોગાનભાઈ બટુકભાઈ સોલંકી (ઉંમર 37 વર્ષ), તેમનો ચાર વર્ષનો પુત્ર નીતિન ગોગનભાઇ સોલંકી અને માત્ર છ માસની પુત્રી ધૃતિ ગોગનભાઇ સોલંકી (રહે. દેવળિયા)નાં ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યાં હતાં જ્યારે હિરલબેન ગોગનભાઇ સોલંકીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ ઉપરાંત એસટી બસના ચાલક મેહુલ વાળા (રહે. સાવરકુંડલા)નું પણ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. એક જ પરિવારના ચાર સભ્યોનાં મૃત્યુથી દેવળિયા સહિતના પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અકસ્માની જાણ થતાં જ અમરેલી બાલભવન, પંચાયત કચેરી, આઈસીયુ 108, લીલિયા
અને ચલાલા સહિતની પાંચ 108 એમ્બ્યુલન્સ
તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકો અને પોલીસના સહયોગથી ઇજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ, મૃતકોના મૃતદેહો પણ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અકસ્માની જાણ થતાં જ ઘટના સ્થળે સ્થાનિક લોકોનાં ટોળાં ઉમટી પડÎાં હતાં. અમરેલી તાલુકા પોલીસનો કાફલો તેમજ એસટી નિગમના ડેપો મેનેજર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ, ઘટનાની જાણ થતાં રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા, અમરેલીના સાંસદ ભરત સુતરિયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી સહિત ભાજપના આગેવાનો પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને પરિસ્થિતિની જાણકારી મેળવી હતી. અકસ્માની ઘટનામાં એસ.ટી.બસ અને બાઈક ઉપરાંત બોલેરો વાહન પણ સંડોવાયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ બોલેરો ગાડી ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ હોવાની સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે.