લાખ્યાણી માતાજીનાં દર્શન કરીને પરત ફરતા પિતા-પુત્રના બાઈકને અજાણી કાર ટક્કર
મારી
ચાલક ફરાર
બોટાદ, તા.19
ઃ જિલ્લાના
લાઠીદડથી સાળંગપુર
જવાના માર્ગ
પર અજાણી
સફેદ ફોરવ્હીલના
ચાલકે પૂરઝડપે
અને બેદરકારીપૂર્વક
વાહન હંકારી
મોટરસાઇકલને જોરદાર
ટક્કર મારતાં
ગમખ્વાર અકસ્માત
સર્જાયો હતો.
આ અકસ્માતમાં
મોટરસાઇકલ પર
સવાર પિતાનું
ગંભીર ઈજાઓના
કારણે મૃત્યુ
નીપજ્યું હતું,
જ્યારે પુત્રને
ફ્રેક્ચર સહિતની
ઈજાઓ થતાં
હોસ્પિટલમાં સારવાર
માટે ખસેડાયો
હતો. અકસ્માત
બાદ ફોરવ્હીલ
ચાલક વાહન
સાથે ફરાર
થઈ ગયો
હતો.
પ્રાપ્ત વિગતો
મુજબ, ચારણકી
ગામના હસમુખભાઈ
બબાભાઈ મકવાણા
તેમના પિતા
બબાભાઈ જવેરભાઈ
મકવાણા સાથે
બજાજ મોટરસાઇકલ
(નંબર જીજે-33-એ-0632)
લઈને લાખ્યાણી
માતાજીનાં દર્શન
કરવા ગયા
હતા. દર્શન
કરીને બંને
પિતા-પુત્ર
પરત ફરી
રહ્યા હતા
ત્યારે બપોરે
આશરે એક
વાગ્યાના અરસામાં
લાઠીદડથી સાળંગપુર
તરફ જતા
માર્ગ પર
ગામથી બે
કિલોમીટર દૂર
સામેથી પૂરઝડપે
આવેલી અજાણી
સફેદ ફોરવ્હીલે
તેમની મોટરસાઇકલને
ટક્કર મારી
હતી. અકસ્મતમાં
હસમુખભાઈને જમણા
કાંડા પર
ફ્રેક્ચર તથા
પડખામાં ઈજાઓ
થઈ હતી,
જ્યારે તેમના
પિતાને માથાના
પાછળના ભાગે
ગંભીર ઈજાઓ
પહોંચી હતી.
બંનેને હોસ્પિટલ
લઈ જવાયા
હતા, જ્યાં
સોનાવાલા હોસ્પિટલમાં
તબીબે બબાભાઈને
મૃત જાહેર
કર્યા હતા.
આ બનાવ
અંગે બોટાદ
રૂરલ પોલીસે
અજાણ્યા ફોરવ્હીલ
ચાલક વિરુદ્ધ
ગુનો નોંધી
ફરાર ચાલકની
શોધખોળ શરૂ
કરી છે.