• શનિવાર, 21 નવેમ્બર, 2026

ન્યુઝીલેન્ડને મક્કમ જવાબ આપતું ભારત : 1 વિકેટે 159 રન જયસ્વાલ આક્રમક 85 રન કરી આઉટ : રાહુલની અણનમ અર્ધસદી

કવિઝના પ્રથમ દાવમાં 368: નિકોલ્સ 175 રને અણનમ: બુમરાહની 4 અને આકાશદીપની 3 વિકેટ

વેલિંગ્ટન, તા.20: ન્યુઝીલેન્ડના 368 રનના જવાબમાં ભારતે મક્કમ શરૂઆત કરી છે. પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમના પહેલા દાવમાં 1 વિકેટે 1પ9 રન થયા છે. ભારત હજુ 209 રન પાછળ છે. કિવિઝ ટીમનો પહેલો દાવ 121 ઓવરમાં 368 રને સમાપ્ત થયો હતો. હેનરી નિકોલ્સ 17પ રનની મેરેથોન ઇનિંગ રમી નોટઆઉટ રહ્યો હતો જ્યારે ભારત તરફથી યશસ્વી જયસ્વાલ આક્રમક 8પ રન કરી આઉટ થયો હતો. કેએલ રાહુલ અર્ધસદી સાથે અણનમ રહ્યો હતો.

ભારતીય જોડીએ કિવિઝ પેસ બેટરી સામે મજબૂતીથી શરૂઆત કરી હતી. જયસ્વાલ અને રાહુલ વચ્ચે પહેલી વિકેટમાં 170 દડામાં 130 રનની સંગીન ભાગીદારી થઇ હતી. જયસ્વાલ 89 દડામાં 16 ચોક્કાથી 8પ રને આઉટ થયો હતો. તે હેનરીના દડામાં એલબીડબ્લ્યૂ આઉટ થયો હતો. જયારે રાહુલ 116 દડામાં પ ચોક્કાથી બવાન અને દેવદત્ત પડીક્કલ 3પ દડામાં 3 ચોક્કાથી 16 રને નોટઆઉટ રહ્યા હતા. આથી ભારતના 39 ઓવરમાં 1 વિકેટે 1પ9 રન થયા હતા.

આ પહેલા ન્યુઝીલેન્ડનો પ્રથમ દાવ 368 રને સમાપ્ત થયો હતો. હેનરી નિકોલ્સ 33પ દડાની મેરેથોન ઇનિંગ રમી 21 ચોક્કાથી 17પ રને નોટઆઉટ રહ્યો હતો. જયારે ગ્લેન ફિલિપ્સ 216 દડામાં 14 ચોક્કાથી 118 રને આઉટ થયો હતો. આ બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટમાં 399 દડામાં 216 રનની ભાગીદારી થઇ હતી. અન્ય કિવિ બેટર્સ નિષ્ફળ રહ્યા હતા. બુમરાહને 4, આકાશદીપને 3 અને કમ્બોજને 2 વિકેટ મળી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક