• શનિવાર, 21 નવેમ્બર, 2026

જૂની રીતોથી ન થઈ શકે પાણીની વહેંચણી ઃ સિંધુ સમજૂતી મુદ્દે ભારત

તૂર્કીમાં પર્યાવરણ મંત્રીએ કહ્યું, નદીનાં પાણીની વહેચણીમાં અન્ય મુદ્દા નજરઅંદાજ કરી શકાય નહીં

નવી દિલ્હી, તા. 19 ઃ પાકિસ્તાન સાથે સિંધુ જળ સમજૂતી સ્થગિત કરવા મુદ્દે પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે તૂર્કીમાં કહ્યું હતું કે, સીમા પાર જતી નદીઓનાં પાણીની વહેંચણી જૂના નિયમોના આધારે થઈ શકે નહીં અને તેને બન્ને દેશ વચ્ચેના સંબંધોથી અલગ કરીને જોઈ પણ શકાય નહી.

તૂર્કીનાં શહેર અંતાલ્યામાં સીઓપી 31 જળવાયુ બેઠક દરમિયાન ભારતનો પક્ષ રજૂ કરતા ભૂપેન્દ્ર યાદવે કહ્યું હતું કે બન્ને દેશ વચ્ચે પરસ્પરનો સહયોગ અને સીમાપાર વહેતી નદીનાં પાણીની વહેચણીથી તમામને વિકાસ અને ખુશીનો રસ્તો મળી શકે છે. જો કે જળવાયુ અને જનસંખ્યા સંબંધિત બદલાવ સાથે ટેક્નોલોજીમાં પ્રગતિ પણ મહત્ત્વની બાબતો છે જેને નજરઅંદાજ કરી શકાય નહીં. ભૂપેન્દ્ર યાદવની આ ટિપ્પણી ભારત તરફથી સિંધુ સમજૂતી વિષય ઉપર કોઈ જળવાયુ સંમેલનમાં પહેલું નિવેદન છે. આ નિવેદન નિશ્ચિત રીતે શહબાજ શરીફને જવાબ હતો. તેણે પોતાના સંબોધનમાં સિંધુનું નામ લીધા વિના મુદ્દો

ઉઠાવ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક