• સોમવાર, 02 નવેમ્બર, 2026

પીએફ ધારકો માટે દિવાળી ભેટ

કચેરીના ધક્કા ખતમ, ઠવફાતિંઆા પર મળશે પૂરો હિસાબ, આજે ઈપીએફઓનો સ્થાપના દિવસ

નવી દિલ્હી, તા. 1 : જો તમે નોકરી કરો છો અને દર મહિને તમારા પગારમાંથી પીએફ કપાય છે અથવા તો કોઈ જૂની કંપની છોડ્યા પછી તમારા પીએફનાં નાણાં ત્યાં જ ફસાયેલા પડ્યા છે, તો તમારા માટે કેન્દ્ર સરકારે ખુશખબર આપી છે. 1 નવેમ્બર, 2026ના એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન પોતાનો 74મો સ્થાપના દિવસ ઊજવી રહ્યું છે. આ અવસરે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયાએ દેશના કરોડો પગારદાર કર્મચારીઓ માટે બે સુવિધાજનક ડિજિટલ સેવાઓની સત્તાવાર શરૂઆત કરી છે.

ઊઙઘિની તમામ મુખ્ય સેવાઓ    રોજબરોજ વપરાતા ઠવફાતિંઆા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થઈ જશે. યુઝર્સે માત્ર ઊઙઘિ દ્વારા જાહેર કરાનારા સત્તાવાર નંબર પર ઇંશ મેસેજ મોકલવાનો રહેશે. માત્ર એક ક્લિકમાં તમારાં ખાતાંનું તાજું બેલેન્સ જાણી શકાશે. પીએફ એકાઉન્ટની પાસબુક સીધી વોટ્સએપ ચેટમાં પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી શકાશે.

તમારો ઞઅગ એક્ટિવેટ છે કે નહીં અને કેવાયસી પૂર્ણ છે કે નહીં તેની સ્થિતિ જાણી શકાશે. જો તમે પીએફ ઉપાડવા કે ટ્રાન્સફર કરવા માટે ક્લેઈમ કર્યો હોય, તો તેનું રિયલ ટાઈમ સ્ટેટસ તરત જોઈ શકાશે.

આ સુવિધાનો લાભ મેળવવા માટે કર્મચારીનો જે મોબાઈલ નંબર વોટ્સએપમાં ચાલુ હોય, તે જ નંબર ઞઅગ સાથે લિંક હોવો અનિવાર્ય છે. ઊઙઘિ ટૂંક સમયમાં તેનો અધિકૃત ઠવફાતિંઆા હેલ્પલાઇન નંબર જાહેર કરશે.

નોકરી બદલતી વખતે કે જૂની કંપની છોડ્યા બાદ ઘણા કર્મચારીઓનાં ખાતાંમાં 500 કે 1,000 રૂપિયા જેવી નાની રકમ પડી રહે છે. નાની રકમ હોવાના કારણે મોટાભાગના લોકો ક્લેઈમ કરવાનું ટાળે છે, જેના લીધે આ ખાતાંઓ વર્ષો સુધી નિક્રિય હાલતમાં પડ્યા રહે છે. 1,000 રૂપિયા સુધીની સિલક ધરાવતા તમામ પાત્ર નિક્રિય ખાતાંઓનું ઊઙઘિ ઓટોમેટિક સેટલમેન્ટ કરી દેશે. 

આ રકમ કર્મચારીના લિંક થયેલા બેન્ક એકાઉન્ટમાં સીધી જમા થઈ જશે અથવા તેમના હાલના સક્રિય પીએફ ખાતાંમાં ટ્રાન્સફર થઈ જશે. આના માટે ખાતાધારકે કોઈ અરજી કરવાની કે કચેરીએ જવાની બિલકુલ જરૂર રહેશે નહીં.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક