ઓમાનથી ઈઇઈંએ કરાવ્યું પ્રત્યાર્પણ : આજે રાયપુરની અદાલતમાં રજૂ કરાશે
નવી
દિલ્હી, તા. 1 : મહાદેવ એપ મારફતે ચલાવવામાં આવતા સટ્ટાબાજી સિન્ડિકેટના પ્રમુખ સૌરભ
ચંદ્રાકરને સીબીઆઈ ઓમાનથી ભારત લઈ આવી છે. સીબીઆઈએ કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને ચંદ્રાકરના
પ્રત્યાર્પણની પ્રક્રિયા પુરી કરી હતી. ત્યાર બાદ સીબીઆઈની એક વિશેષ ટીમ તેને લઈને
ભારત પહોંચી હતી. હવે ચંદ્રાકરને રાયપુરની અદાલતમાં રજૂ કરવામાં આવશે.
સૌરભ
ચંદ્રાકર સામે રેડ કોર્નર નોટિસના આધારે ઓમાન પોલીસે તેને શોધીને ધરપકડ કરી હતી. બાદમાં
સીબીઆઈ અને ઈડીએ ઓમાનને પ્રત્યાર્પણ પ્રસ્તાવ મોકલ્યો હતો. સૌરભ ચંદ્રાકર સીબીઆઈના
બે કેસમાં આરોપી છે. આ ઉપરાંત ઈડીમાં પણ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. પ્રત્યાર્પણ બાદ આરોપીની
મેડિકલ તપાસ કરાવવામાં આવી હતી અને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને રાયપુર લઈ જવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. તેને
સોમવારે રાયપુરની સીબીઆઈની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવશે.
તપાસમાં
સામે આવ્યું હતું કે મહાદેવ ઓનલાઈન બુક દેશના સૌથી મોટા અવૈધન ઓનલાઈન સટ્ટાબાજી સિન્ડિકેટમાંથી
એક હતું અને તેનું સંચાલન ભારત બહારથી થઈ રહ્યું હતું. આ માટે ભારતના અલગ અલગ હિસ્સામાં
પેનલ અને બ્રાન્ચનું નેટવર્ક બનાવવામાં આવ્યું હતું. સટ્ટાબાજીમાં મળેલી રકમને બેંક
ખાતા મારફતે ફેરવવામાં આવતા અને હવાલાથી વિદેશ રકમ મોકલાતી હતી. રકમનો એક મોટો હિસ્સો
સરકારી કર્મચારીઓને લાંચ તરીકે મળતો હતો.