છરી, ધારીયા અને પાઈપથી હુમલો કરી ચારને ઘાયલ કરાયા; એક યુવકને છરીનો ગંભીર ઘા લાગતાં ઓપરેશન કરાયું
મોરબી,તા.1
: શહેરમાં જૂના બસ સ્ટેશન સામે આવેલી ચાની દુકાને ચા પીવા જવા બાબતે થયેલી સામાન્ય
બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં લોહિયાળ હુમલાની ઘટના બની હતી. મોડી રાત્રે થયેલી
આ બબાલમાં છરી, ધારીયા અને લોખંડના પાઈપ વડે હુમલો કરવામાં આવતાં ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત
થયા હતા. બનાવ અંગે મોરબી સીટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકમાં સાત શખસ સામે ગુનો નોંધાયો
છે.
ફરિયાદી
અકરમભાઈ કાદરભાઈ મોવર ગત રાત્રે આશરે 11 વાગ્યે મિત્ર સાઉદીન સાથે એક્ટિવા લઈને ચા
પીવા ગયા હતા. દરમિયાન મહેબૂબ કાસમભાઈ સાથે બાઇકના કાવા મારવા જેવી બાબતે બોલાચાલી
થઈ હતી. બાદમાં મહેબૂબે અન્ય સાથીદારોને બોલાવતાં હારુન ખમીસા, એજલો ઉર્ફે એજાજ, કાસમ
બસીર, ગઢવી, અજીત સુલેમાન અને મહમદ કાસમ સહિતના શખ્સો હથિયારો સાથે આવી પહોંચ્યા હતા.
હુમલામાં હારુને ધારીયાથી અકરમભાઈના કપાળે ઘા માર્યો હતો. મહેબૂબે છરીથી એજાજના જમણા
પડખે ગંભીર ઇજા પહોંચાડી હતી.
ગઢવીએ
સાઉદીનને છરી મારી હતી, જ્યારે મહમદ કાસમે પાઈપથી રફીક મોવરનો હાથ ભાંગી નાખ્યો હતો.
તમામ ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. એજાજને વધુ સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલમાં
દાખલ કરી ઓપરેશન કરાયું હતું. પોલીસે સાતેય આરોપીઓ સામે ઇગજ અને જી.પી. એક્ટ હેઠળ ગુનો
નોંધી તપાસ હાથ
ધરી
છે.