બંગાળની ખાડીમાં રચાયું : કાલે આંધ્રના કાંઠે ટકરાશે, પાંચ જિલ્લામાં રેડ એલર્ટ
નવી
દિલ્હી, તા. 1 : બંગાળની ખાડીમાં બનેલું ઊંડા દબાણનું ક્ષેત્ર ‘મુરાસુ’ નામના ચક્રવાતમાં
ફેરવાઈ ગયું છે. અર્નબ બાદ આ નવું તોફાની વાવાઝોડું ત્રીજી નવેમ્બર, મંગળવારની સવારે
આંધ્રપ્રદેશના કાંઠે ટકરાઈ શકે છે.
એ દરમ્યાન
પવનની ગતિ 100થી 120 કિલોમીટર સુધીની રહી શકે છે. આવતીકાલે સોમવારે મુરાસુ તીવ્ર ચક્રવાતી
તોફાનનું સ્વરૂપ ધારણ કરી લેશે, તેવી આગાહી સાથે ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગે આંધ્રપ્રદેશના
પાંચ જિલ્લામાં રેડ એલર્ટ જારી કર્યું હતું.
આંધ્રના
ક્રિષ્ના, ગંતુર, બપતલા, પ્રકાશમ અને નેલ્લોર એ પાંચ જિલ્લામાં બેહદ ભારે વરસાદ માટેનું
રેડ એલર્ટ જારી કરી દેવાયું છે.
આવતીકાલ
સોમવાર અને મંગળવારે તોફાની વરસાદ સામાન્ય જનજીવનને પરેશાન કરી શકે છે, તેવી ચેતવણી
હવામાન તંત્ર તરફથી અપાઈ છે.
રાજ્યના
પૂર્વ ગોદાવરી, પશ્ચિમ ગોદાવરી, ઈલુરૂ, એનટીઆર, પાલનાદુ, તિરુપતિ અને ચિતુર મળીને સાત
જિલ્લામાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. એક જ અઠવાડિયાંની
અંદર બંગાળની ખાડીમાં આ બીજું ચક્રવાતી તોફાન છે.