• સોમવાર, 02 નવેમ્બર, 2026

પીચ પર બેટ્સમેનો લડયા, પણ બાલિંગ, ફીલ્ડિંગમાં સુધારાની જરૂર : શ્રેયસ અય્યર

-બોલ અણધાર્યો સ્કીડ થઈ રહ્યો હોવાથી બાટિંગ સરળ નહોતી

નવી દિલ્હી, તા.1: હેમિલ્ટન ખાતે ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી ટી20 મેચમાં 7 વિકેટે મળેલી હાર છતાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે મુશ્કેલ પરિસ્થિતિઓમાં 191 રનનો સ્કોર ઊભો કરવા બદલ બેટ્સમેનોના વખાણ કર્યા છે. જોકે, બાલિંગ અને ફીલ્ડિંગમાં હજુ સુધારાનો અવકાશ હોવાનું પણ તેણે સ્વીકાર્યું હતું.

 મેચ બાદ અય્યરે જણાવ્યું હતું કે, મધ્યમ ઓવરોમાં મળેલી શરૂઆત જોતાં અમે વધુ સારો સ્કોર કરી શક્યા હોત. સતત બે વિકેટો ગુમાવતાં નવા બેટ્સમેનો પર દબાણ આવ્યું હતું. પીચ પર બોલ રોકાઈને અને અણધાર્યો સ્કીડ થઈ રહ્યો હોવાથી બાટિંગ સરળ નહોતી. આવી વિષમ સ્થિતિમાં 191 રનનો સ્કોર સન્માનજનક હતો. જોકે, બાલિંગ અને ફીલ્ડિંગમાં અમે થોડી ઢીલાશ દાખવી હતી. વિદેશી ધરતી પર જુદાં-જુદાં મેદાનોમાં આવી સ્થિતિમાં રમવાથી ટીમને ઘણું શીખવા મળ્યું છે, જે ભવિષ્યમાં ઉપયોગી સાબિત થશે.

ઇ-પેપરના નવા શુલ્ક