• રવિવાર, 01 નવેમ્બર, 2026

બોટાદ-ધંધુકા હાઇવે પરથી 2.90 લાખનો દારૂ ઝડપાયો

બોટાદ,તા.31:બોટાદ-ધંધુકા હાઈવે પર બરવાળા નજીક બજરંગ હોટલના કમ્પાઉન્ડમાંથી એલસીબીએ દારૂ ભરેલી મહિન્દ્રા મેક્સીમો કેરી ગાડી ઝડપી પાડી હતી. ગાડીમાંથી વિદેશી દારૂની ? બોટલ અને બિયરના 144 ટીન મળી કુલ રૂ.4.55 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

એલસીબીએ પ્રતાપભાઈ બાબુભાઈ મોરવાડિયા (રહે. લાલાવદર, અમરેલી)ને ઝડપી લીધો હતો, જ્યારે સુરતના આકાશ ઉર્ફે કાલી ભરતભાઈ મોરવાડિયાનું નામ ખુલતાં તેની શોધખોળ શરૂ કરી છે.

એલસીબીના એએસઆઈ ભગીરથાસિંહ લીંબોલા અને કોન્સ્ટેબલ રસીકભાઈ ગળથરાને મળેલી બાતમીના આધારે ગાડીની તપાસ કરવામાં આવી હતી. જેમાં રૂ.2.64 લાખની દારૂની બોટલો, રૂ.30,240ના બિયરના ટીન, મોબાઇલ અને ગાડી સહિત કુલ રૂ.4,55,200નો મુદ્દામાલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક