• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

ચૂંટણી પંચનાં તમામ નિર્ણય સર્વસંમતિથી લેવાયા હતાં

જ્ઞાનેશ કુમાર વિરોધી અરજી સામે ચૂંટણીપંચનું સુપ્રીમ કોર્ટમાં જવાબી સોગંદનામું ઃ ફોર્મ-6માં કોઈપણ સુધારા થયાનું નકારી કાઢ્યું

 

નવીદિલ્હી,તા.26ઃ મુખ્ય ચૂંટણી કમિશનર(સીઈસી) જ્ઞાનેશ કુમારનાં કામકાજ અને કાર્યશૈલીને પડકારતી અરજી સામે ભારતનાં ચૂંટણી પંચે(ઈસીઆઈ) સર્વોચ્ચ અદાલતમાં પોતાનું જવાબી સોગંદનામું દાખલ કરી દીધું છે. જેમાં પંચે સ્પષ્ટ કર્યુ છે કે, આ આખી અરજી ફક્ત એક મીડિયા રિપોર્ટનાં આધારે દાખલ કરવામાં આવેલી છે અને તેનો કોઈ જ કાનૂની આધાર બનતો નથી. ચૂંટણી પંચનાં તમામ નિર્ણયો સર્વસંમતિથી જ લેવામાં આવ્યા હતાં અને ફોર્મ-6માં પણ કોઈ બદલાવ કરવામાં આવેલો નથી.

પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, ત્રણેય ચૂંટણી કમિશનર એટલે કે સીઈસી જ્ઞાનેશ કુમાર, ચૂંટણી કમિશનર સુખબીર સંધૂ અને વિવેક જોશીની સર્વાનુમતીથી મંજૂર કરવામાં આવેલું સોગંદનામુ જ અદાલતમાં દાખલ કરવામાં આવેલું છે.

આમાં પંચે પોતાની કાર્યપ્રણાલી અને નિર્ણયો ઉપર મહત્વની સ્પષ્ટતાઓ આપેલી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, જૂન 2025, ઓક્ટોબર 2025 અને મે 2026માં જારી કરવામાં આવેલા સરનાં ત્રણેય આદેશ ત્રણેય કમિશનરોની સર્વાસંમતિથી જ આપવામાં આવ્યા હતાં.

આયોગ તરફથી એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ફાઈલની પતાવટ દરમિયાન ચૂંટણી કમિશનરો તરફથી લખવામાં આવેલી નોંધ, સૂચનો કે પછી ઉઠાવવામાં આવેલા સવાલોને અંતિમ નિર્ણય માની શકાય નહીં. ફાઈલ પહેલા એક, પછી બીજા અને પછી ત્રીજા કમિશનર સમક્ષ જતી હોય છે. આ ઉપરાંત પંચે કહ્યું છે કે, જો કોઈ અધિકારીએ તેને એનાયત અધિકારની બહાર જઈને કોઈ આદેશ જારી કરેલો હશે તો તેની સામે સખત પ્રશાસનિક કાર્યવાહી કરવામાં આવશે.

મતદાર યાદીમાં નામો જોડવા માટે ઉપયોગ થતાં ફોર્મ-6 ઉપર જારી વિવાદમાં પણ પંચે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ફોર્મ-6માં કોઈ સુધારો કરાયો નથી કારણ કે તેમાં સુધારાનો અધિકાર ફક્ત કેન્દ્ર સરકાર પાસે છે. સર ઘોષણાપત્ર એક અલગ જ દસ્તાવેજ છે. પંચે માન્યું છે કે, ઓનલાઈન પોર્ટલનાં ડિસ્પ્લેને ફોમ-6માં સુધારા તરીકે સમજી શકાય તેમ હતું. માટે જ 21 ઓક્ટોબરથી ઓનલાઈન આવેદન પ્રક્રિયાને ફોર્મ-6 અને ઘોષણાપત્ર એમ બે હિસ્સામાં વિભાજિત કરી દેવામાં આવ્Îું છે.

સર પ્રક્રિયા દરમિયાન જે મતદારોનું મેપિંગ થઈ શક્યું ન હોય તેમને વ્યક્તિગત રીતે સુનાવણીમાં જવાની આવશ્યકતા પણ નથી. બીએલઓ પોતે તેમનાં ઘરે જઈને દસ્તાવેજ મેળવી લેશે અને સુનાવણીમાં ઓનલાઈન કામ કરી લેવામાં આવશે. આ ઉપરાંત પંચે જણાવ્યું છે કે, ઈસીઈઆનેટ ઉપર ઈઆરઓનાં લેખિત આદેશ વગર કોઈપણ નામ જોડી કે હટાવી શકાતું નથી. ગોવામાં 97 મતદારોનાં નામ કમી થઈ જવાના ચર્ચિત મામલે આયોગે જણાવ્Îું છે કે, આમાંથી 88 લોકોને પહેલાથી જ મતદાર યાદીમાં સામેલ કરી દેવામાં આવેલા છે અને 6 લોકો વિદેશમાં છે. જ્યારે 3 પાસે પોર્ટુગલનાં પાસપોર્ટ છે.

આ ઉપરાંત કહેવામાં આવ્Îું છે કે, મુખ્ય ચૂંટણી કમિશનરાને ફક્ત એવી જ રીતે હટાવી શકાય છે જેવી રીતે સુપ્રીમ કોર્ટ કોર્ટનાં જજને હટાવવાની પ્રક્રિયા લાગુ થાય છે એટલે કે સંસદમાં મહાભિયોગ પ્રસ્તાવથી જ તેમને હટાવી શકાય. માટે કોર્ટ દ્વારા તેમનાં કામકાજ ઉપર રોક લગાવવાની માગણી કરતી અરજી સાંભળવા લાયક પણ બનતી નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક