સાઉદી સમર્થન ધરાવતી સરકારના વડા પ્રધાન અને મંત્રીઓ સહેજમાં બચ્યા ઃ પાંચ મિસાઈલે પરિસરને નિશાને લીધું
નવી
દિલ્હી, તા. 15 ઃ યમનમાં હૂથી વિદ્રોહીઓએ સાઉદી અરબના સમર્થનની સરકારને નિશાને લેતા
હંગામી રાજધાની અદનમાં રાષ્ટ્રપતિ ભવન પરિસર ઉપર ઘણી મિસાઈલો છોડી હતી. આ હુમલામાં
ઓછામાં ઓછા ચાર લોકોના મૃત્યુ થયા હતા. જેમાં બે સુરક્ષા કર્મચારી સામેલ છે. યમનના
સૂચના મંત્રાલયે હુમલાની પુષ્ટિ કરી હતી. હુમલા સમયે વડા પ્રધાન અને ઘણા અન્ય મંત્રી
પરિસરમાં હાજર હતા. જો કે સરકારના શીર્ષ અધિકારીઓ હુમલામાં બચી ગયા હતા.
રિપોર્ટ
અનુસાર અદનમાં આવેલા રાષ્ટ્રપતિ ભવન પરિસર આસપાસ ઓછામાં ઓછા પાંચ જોરદાર વિસ્ફોટ થયા
હતા. આ ઉપરાંત પરિસરની ઉપર ધુમાડાનો ગુબ્બારો પણ જોવા મળ્યો હતો. શરૂઆતી જાણકારીમાં
કહેવામાં આવ્યું હતું કે પાંચ મિસાઈલે પરિસરને નિશાને લીધું હતું. હૂથીએ હુમલાની જવાબદારી
લેતા કહ્યું હતું કે તેણે અદનમાં સાઉદી અરબના સૈન્ય અભિયાન હેડકવાર્ટરને નિશાન બનાવ્યું
છે.
બીજી
તરફ સાઉદી સમર્થિત યમનની સેનાએ આરોપ મુક્યો હતો કે હૂથી દ્વારા સાઉદી અરબના એરપોર્ટસ,
પોર્ટ અને ઓઈલ ઠેકાણા ઉપર હુમલાની કોશિશ કરી છે. ગયા એક અઠવાડીયામાં હૂથી તરફથી સાઉદીના
મહત્વના સ્થળોએ બેલેસ્ટીક મિસાઈલ અને ડ્રોન
છોડÎા હતા.
ઓઇલ-ગેસના
પુરવઠા ઉપર ફરીથી ખતરો ? ઃ કતારની ગંભીર ચેતવણી
નવીદિલ્હી,
તા.1પ ઃ અમેરિકા અને ઈરાન વચ્ચેનાં યુદ્ધનાં કારણે સમગ્ર પશ્ચિમ એશિયામાં હાહાકાર મચેલો
છે. આ દરમિયાન દુનિયા ભીષણ ઓઇલ સંકટની કગારે આવીને ઉભી છે. કતારે આ વિશે એક આકરી ચેતવણી
આપી છે. કતારના
અમીર
શેખ તમીમ બિન હમદ અલ થાનીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, આવનારા દિવસોમાં લોકોને બદતર
પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે અને પોતાની જવાબદારીઓ સંભાળવાની થશે.
રશિયાનાં
એરફીલ્ડ ઉપર યુક્રેનનો મિસાઈલ હુમલો
નવી
દિલ્હી, તા.1પઃ યુક્રેનની નૌસેનાએ રશિયાનાં વોરોનિશ ક્ષેત્રમાં બોરિસોક્લેબ્સ્ક એરફીલ્ડ
ઉપર આખી રાત હુમલા કર્યા હતાં અને તેમાં રશિયાનાં છ એસયુ-34એમ સૈન્ય વિમાનોને નષ્ટ
કરી નાખવામાં આવ્યા હતાં. હાલમાં જ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો
હતો કે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામ લાગુ થયો છે અને હવે બન્ને દેશ એકબીજાનાં
ઊર્જા મથકોને નિશાન બનાવી હુમલા નહીં કરે પણ બન્ને તરફથી એકબીજાનાં ઊર્જા ઢાંચાઓ ઉપર
પણ હુમલાઓ જારી છે.