• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

દેશની આયાત કરતાં નિકાસ વધી

આયાત આઠ ટકા વધીને 74.61 અબજ ડોલર : નિકાસ 23 ટકા વધીને 44.4 અબજ ડોલર

નવી દિલ્હી, તા. 15 : ભારત દેશની આયાતની સાથે નિકાસમાં પણ વધારો થયો છે. વાણિજ્ય મંત્રાલયના સચિવ રાજેશ અગ્રવાલે ગુરુવારે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર મહિનામાં નિકાસ 23.04 ટકા વધીને 44.4 અબજ ડોલર પર પહોંચી ગઇ હતી.

એ જ રીતે સપ્ટેમ્બરમાં આયાત આઠ ટકા વધીને 74.61 અબજ ડોલર પર પહોંચી ગઇ છે, તેવું વાણિજ્ય સચિવે કહ્યું હતું.

આ જ સમયગાળા દરમ્યાન દેશની વેપાર ખાધ ઘટીને 30.21 અબજ ડોલર પર આવી ગઇ છે, તેવી જાણકારી પણ તેમણે આપી હતી.

નિકાસમાં 23 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે, જે દેશની અર્થવ્યવસ્થા માટે એક સકારાત્મક સંકેત છે, તેવું અગ્રવાલે પત્રકારોને જણાવ્યું હતું.

વેપાર ખાધમાં ઘટાડો થયો પણ દેશની અર્થવ્યવસ્થા માટે રાહતની વાત છે, જે દર્શાવે છે કે, આયાતની તુલનાએ નિકાસમાં વધારે ગતિ સાથે સુધારો થઇ રહ્યો છે. એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના ગાળા દરમિયાન નિકાસમાં 18.51 ટકાનો વધારો થયો હતો. આ ગાળામાં કુલ્લ 259.89 ડોલર નિકાસ રહી હતી. બીજી તરફ એપ્રિલથી સપ્ટેમ્બર દરમ્યાન આયાત પણ 16.31 ટકાના વધારા સાથે 437.53 અબજ ડોલર રહી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક