• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

ધ્રાંગધ્રામાં લુટેરી દુલ્હન ગેંગનું કારસ્તાન ઃ લગ્નના બહાને રૂ. 10 લાખની ઠગાઈ

ધ્રાંગધ્રા, તા.15 ઃ ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામના 27 વર્ષીય ખેડૂત બેચરભાઈ ભરતભાઈ નારિયાણી સાથે લગ્ન કરાવવાના બહાને રૂ. 10 લાખની છેતરાપિંડી થયાનો બનાવ સામે આવ્યો છે. ફરિયાદ મુજબ, સંબંધી મંગળભાઈ, એજન્ટ સપનાબેન પંચાલ અને રમણભાઈ પ્રજાપતિએ નકલી દુલ્હન કિંજલ તથા તેના કહેવાતા માતા-િપતા સાથે મળીને કાવતરું રચ્યું હતું. સગાઈ અને લગ્નનાં નામે કટકે-કટકે રૂ. 10 લાખ પડાવ્યા બાદ લગ્નના 10થી 12 દિવસમાં બનાસકાંઠા પોલીસે અન્ય છેતરાપિંડીના કેસમાં કિંજલની ધરપકડ કરી હતી. ત્યારબાદ અન્ય આરોપીઓ મકાન ખાલી કરીને ફરાર થઈ ગયા હતા અને મધ્યસ્થીએ પણ નાણાં પરત આપ્યાં નહોતા. આથી બેચરભાઈએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકમાં નકલી દુલ્હન સહિત છ શખસ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક