મોરબી, તા. 5 : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર ગઈકાલે બપોરના સમયે માતા સાથે રસ્તો ઓળંગી રહેલી બાળકીને આઈસર ટ્રક ચાલકે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા બાળકીનું માતાની નજર સામે જ મૃત્યુ નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા
ગામે રહેતા હીરાભાઈ જગાભાઈ ખરગિયા (ઉં.27) નામના યુવકે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ
નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે બપોરના સમયે તેમના પત્ની જશુબેન અને પુત્રી
ધ્રુવી (ઉં.7) પ્રેમજીનગર ગામના ગેઇટ પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે આઇસર ચાલકે
ધ્રુવી હીરાભાઈ ખરગિયાને અડફેટે લેતા ધ્રુવીને માથાના તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ
પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ
ક2ાu છે.