- ઈરાન સામે આર્થિક યુદ્ધનું એલાનઃ ઈરાનને કોઈપણ આર્થિક મદદ કરનાર દેશને દંડવા ટ્રમ્પની ધમકી ઃ ઈરાને અમેરિકાની ચેતવણીને આર્થિક આતંક ગણાવીને આપી જવાબી ચેતવણી
નવી દિલ્હી, તા.20ઃ અમેરિકા અને ઈરાન વચ્ચે મિસાઈલ યુદ્ધ ભલે મંદ પડÎું પણ આર્થિક મોરચે હવે ભીષણ ઘર્ષણનો તખ્તો તૈયાર થઈ ગયો છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે કે, ઈરાનની અર્થવ્યવસ્થાને જબરદસ્ત ચોટ પહોંચાડવા માટે નવું અભિયાન છેડી રહ્યાં છે. ઈરાન સાથે જે કોઈપણ કારોબાર કરશે કે આર્થિક મદદ કરશે તેને પણ આર્થિક સજા આપવામાં આવશે. સામે પક્ષે ઈરાને અમેરિકાની ઈકોનોમિક ડી-ડેની આ ધમકી સામે પલટવાર કરતાં આને આર્થિક આતંકવાદ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે, આનાથી દુનિયાનાં અર્થતંત્ર અને દેશોની સંપ્રભુતાને ખતરો છે. એકબાજુ અમેરિકાનું સરકારી કરજ અત્યાર સુધીનું સૌથી વધુ 40 લાખ કરોડ ડોલરને પાર કરી ગયું છે ત્યારે દેવામાં ડૂબતું અમેરિકા હવે દુનિયાને ડૂબાડવા ઉપર ઉતરી આવ્યું હોય તેવો ઘાટ ઘડાતો દેખાય છે.
છેલ્લા કેટલાક વખતથી ટ્રમ્પ શત્રોનાં જોરે નહીં બલ્કે ઈરાનનું અર્થતંત્ર તોડીને તેને ઘૂંટણીયે લાવવાની ધમકી આપી રહ્યાં છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટેની કોઈ કૂટનીતિ કે સમાધાન દૂર સુધી દેખાઈ રહ્યું નથી. દુનિયાનાં ઓઈલ કારોબાર માટે અત્યંત મહત્ત્વનો એવો જળમાર્ગ હોર્મુઝ પણ મોટાભાગે બંધ જેવો જ છે. આ સ્થિતિ વચ્ચે ટ્રમ્પે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું હતું કે, આજે તેઓ દુનિયાનાં કોઈપણ દેશ વિરુદ્ધ અત્યાર સુધીની સૌથી મોટી આર્થિક કાર્યવાહીની ઘોષણા કરી રહ્યાં છે. આ અભૂતપૂર્વ આર્થિક યુદ્ધ અળગા પાડી દેવાની કાર્યવાહી બનશે. જે કોઈપણ દેશ પોતાની નાણા સંસ્થાઓ, કારોબાર, એરપોર્ટ કે સરકારી સંસ્થાઓ થકી ઈરાનને કોઈપણ પ્રકારની મદદ કરશે તેને આની મોંઘી આર્થિક કિંમત ચૂકવવી પડશે. ટ્રમ્પે આને ઈકોનોમિક ડી-ડે ગણાવ્Îો હતો. એટલે કે આર્થિક કયામતનો દિવસ.
ટ્રમ્પની આ ધમકી પછી ઈરાનનાં વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પણ જોરદાર વળતો પ્રહાર કર્યો હતો અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે, અમેરિકાનાં પોતાનાં આર્થિક સંકટ ઉપરથી ધ્યાન ભટકાવવાનો આ નર્યો પ્રયાસ છે. અમેરિકાની આવી નીતિ આર્થિક આતંકવાદ છે અને આનાથી દુનિયાની અર્થવ્યવસ્થા અને દેશોની સંપ્રભુતા ખતરામાં મૂકાઈ જશે.
બીજીબાજુ ઈરાની સશત્ર સેનાઓનાં ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ અલી અબ્દુલ્લાહીએ કહ્યું હતું કે, ખાડી દેશોએ અમેરિકી સેનાને કોઈપણ પ્રકારની મદદ કરવી જોઈએ નહીં. ક્ષેત્રીય ઠેકાણાઓ ઉપર અમેરિકી સૈન્ય વિમાનોની ઉપસ્થિતિ યજમાન દેશની જાણકારી વિના સંભવ નથી. અમેરિકાને આવી કોઈપણ પ્રકારની મદદ કે સુવિધા આપવી ઈરાન સામે જંગમાં સામેલગીરી સમાન છે.