• શુક્રવાર, 21 ઑગસ્ટ, 2026

મોદીના શાસનકાળનો છેલ્લો દોર શરૂ : કોંગ્રેસ

નવી દિલ્હી, તા. 20 : ગઈકાલે કોંગ્રેસ કાર્ય સમિતિની મળેલી બેઠકમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળનો છેલ્લો દોર હોવાની વાત કરી હતી અને વડાપ્રધાનના ઉત્તરાધિકારીની શોધ શરૂ થઈ ગઈ છે તેવો દાવો કર્યો હતો

કોંગ્રેસે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીનો રાજકીય સમય પૂરો થઈ ગયો છે, તેમના અનુગામી માટે મનોમંથન કરાઈ રહ્યું છે. સરકારમાં પૂર્ણ રીતે પીછેહઠની સ્થિતિ ઊભી થઈ છે. આ સ્થિતિમાં તેમણે કોંગ્રેસ નેતાઓને સરકાર સામે ઉગ્ર વિરોધ સાથે આગળ વધવા કહ્યું હોવાનો દાવો સૂત્રોએ કર્યો હતો.

સીડબલ્યુસીની આ બેઠકમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ દેશના મહત્ત્વના મુદ્દાઓ તેમજ હાલની રાજકીય પરિસ્થિતિ અંગે વિચાર વિમર્શ કરીને પક્ષની આગામી રણનીતિ અંગે ચર્ચા કરી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ મૂકયો હતો કે સરકારે છેલ્લા 12 વર્ષમાં વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સામે ખતરો ઊભો કરી તેને ખતમ કરી નાખ્યું છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક